Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલોલમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા આવેદનપત્ર અપાયું

- વણકર યુવા સમિતીના કાર્યકરોએ કલોલ પીઆઇ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું

કલોલ, તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ કલોલમાં ચાઇનીઝ દોરી અને ગુબ્બારાનું વિતરણ થઇ રહ્યું છે. ગેરકાયદે ચાઇનીઝ દોરીનું થતું વેચાણ બંધ થાય તે માટે વણકરયુવા સમિતી કલોલના કાર્યકરોએ મામલતદાર કચેરી અને શહેર પીઆઇને આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગણી કરી છે.

ચાઇનીઝ દોરીને લીધે સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તેમજ તિક્ષ્ણ ચાઇનીઝ દોરીને લીધે ઘણા લોકોના ગળા પણ કપાય છે. કલોલમાં ગત ઉતરાયણે દોરી વાગવાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમજ ચાઇનીઝ ગુબ્બારાને લીધે આગજનીના છુટાછવાયા બનાવો પણ નોંધાયા હતા. ચાઇનીઝ દોરી ખૂબ જ નુકશાન કારક હોવાથી રાજ્ય સરકારે તેની પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમ છતાં પણ કલોલમાં બેફામપણે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરી અલગથી સંતાડીને મુકવામાં આવે છે.

જો કોઇ ગ્રાહક ચાઇનીઝ દોરીની માંગણી કરે તો વેપારીઓ ચાઇનીઝ દોરીની ફીરકીઓ પુરી પાડતા હોય છે. ત્યારે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાનું ગેરકાયદે થતું વેચાણ અટકાવવા માટે વણકરયુવા સમિતી કલોલના કાર્યકરોએ આવેદન આપ્યું છે. ગત વર્ષ ચાઇનીઝ દોરીથી થયેલા નુકશાન તેમજ ગુબ્બારાથી થયેલી આગજનીનું આ ઉતરાયણે પુનરાવર્તન ના થાય તે માટે વણકર યુવા સમિતીના પ્રમુખ નિલેશ આચાર્ય અને કાર્યકરોએ કલોલની મામલતદાર કચેરી અને શહેર પીઆઇને આવેદનપત્ર આપી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાય તે માટે રજુઆતો કરી હતી.

Post Comments