Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સતત બીઝી હોવા છતાં ટીવી શોનું પ્રમોશન કર્યું

-સલમાન ખાને દસ કા દમ માટે સમય ફાળવ્યો

-૨૦૧૯ની આખર સુધી એ બીઝી છે

મુંબઇ તા.૯

સુપર સ્ટાર સલમાન ખાન ૨૦૧૯ના અંત સુધી એક પણ તારીખ કોઇને આપી શકવાની સ્થિતિમાં નથી. એ સખ્ખત બીઝી છે. આમ છતાં એણે પોતાના હિટ ટીવી ગેમ શો દસ કા દમના પ્રમોશન માટે સમય ફાળવ્યો હતો.

હાલ એ બબ્બે ત્રણ ત્રણ ફિલ્મોના શૂટિંગ ડબિંગમાં દોડાદોડ કરી રહ્યો છે. એક તરફ ટાઇગર જિંદા હૈના ડાયરેક્ટર અલી અબ્બાસ સાતે ભારત ફિલ્મ કરી રહ્યો છે તો બીજી બાજુ રમેશ તૌરાનીની રેસ થ્રી ચાલુ છે અને ત્રીજી બાજુ એની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડીની તૈયારી પણ થઇ રહી છે જેને રેમો ડિસોઝા ડાયરેક્ટ કરવાના છે. દબંગ થ્રી આ વર્ષની ક્રિસમસ પર રજૂ કરવાની એની યોજના છે. એમાં એનો ખાસ દોસ્ત સુપરસ્ટાર શાહરુખ ખાન એક કેમિયો કરશે તો શાહરુખ ખાનની આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ ઝીરોમાં સલમાનક કેેમિયો કર્યો હોવાનું અગાઉ આ સ્થળેથી અમે જણાવી ગયા છીએ.

રેમોએ તો પોતાની સુપરહિટ સિરિઝ એબીસીડીની ત્રીજી કડીમાં સલમાન ખાનને લેવાની જાહેરાત પણ કરી હતી. આમ સલમાન પાસે માથું ઊંચું કરવાનોય સમય નથી.

પરંતુ કૌન બનેગા કરોડપતિ જેવો એનો હિટ ગેમ શો દસ કા દમ નવી સીઝનની તૈયારી કરી રહ્યો છે અને એ માટે સલમાનને મોંમાગ્યું મહેનતાણું ઑફર કરાયું છે.

તાજેતરમાં એણે દસ કા દમના પ્રમોશન માટે ખાસ સમય ફાળવ્યો હતો અને કામ પ્રત્યેની પોતાની લગનનો પુરાવો આપ્યો હતો.

Post Comments