Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન પછી હવે સોનાક્ષી પણ જોડાઇ

-દેઓલ પરિવારની ફિલ્મ છે

-યમલા પગલા દિવાના ફિર સેમાં ચમકશે

મુંબઇ તા.૮

ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ ધર્મેન્દ્ર પરિવારની યમલા પગલા દિવાના ફિર સેમાં ચમકશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ આ ફિલ્મમાં સલમાન ખાન પણ જોડાઇ ચૂક્યો હતો.

સની દેઓલ અને બોબી દેઓલ કરતાં ધર્મેન્દ્રના બોલિવૂડના કલાકારો સાથેના સંબંધો ગાઢ રહ્યા છે એટલે યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે ધર્મેન્દ્રે પોતાના કેટલાક સહકલાકારોને આ ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરવા મનાવી લીધા હતા. એવા કલાકારોમાં સિનિયર અભિનેતા શત્રુઘ્ન સિંહા અને રેખાનો સમાવેશ થયો હતો. ત્યારબાદ ધરમે આજના સૌથી સેલેબલ ગણાતા અભિનેતા સલમાન ખાનને સાઇન કર્યો હતો. સલમાનને ધર્મેન્દ્ર સાથે સારી આત્મીયતા છે એટલે એણે તરત ધર્મેન્દ્રની વિનંતી સ્વીકારીને ફિલ્મ સાઇન કરી હતી.

આ એક કોમેડી ફિલ્મ છે અને એમાં સલમાન જોડાયા પછી લેટેસ્ટ માહિતી મુજબ સલમાનની દબંગની હીરોઇન સોનાક્ષી સિંહા પણ આ ફિલ્મમાં એક રોલ કરવા સંમત થઇ હતી. આમ યમલા પગલા દિવાના ફિર સે એક મલ્ટિસ્ટાર ફિલ્મ બની રહી છે.

Post Comments