Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિતેન્દ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

-કઝિન સાથે જાતીય દુરાચાર કર્યો હતો

-ત્રણ ચાર દાયકા જૂની ફરિયાદ છે

સિમલા/ મુંબઇ તા.૮

 સિનિયર અભિનેતા જિતેન્દ્ર સામે સિમલા પોલીસે ચાર દાયકા અગાઉ પોતાની કઝિન સાથે જાતીય દુરાચાર કર્યાની  ફરિયાદ નોંધી હતી.

થોડાં સપ્તાહ પહેલાં આ કઝિને પોતાની સાથે થયેલા દુરાચારનો ઘટસ્ફોટ કર્યો હતો. જો કે જિતેન્દ્રના વકીલે આ વાત ખોટી અને નાપાયાદાર હોવાનું જાહેરમાં કહ્યું હતું. આ કઝિને એવો દાવો કર્યો હતો કે હજુ હમણાં સુધી મારાં માતાપિતા હયાત હતાં અને એમની લાગણી દૂભાય નહીં એટલા માટે હું હોઠ સીવીને બેઠી હતી. હવે મારે મોં ખોલવાની ફરજ પડી છે. એ સમયે હું અઢાર વર્ષની હતી અને જિતેન્દ્ર ૨૮ વર્ષના હતા. હું એમની સાથે એક ફિલ્મના શૂટિંગમાં ગઇ હતી. અમે એક હૉટલમાં ઊતર્યા હતા. મોડી રાત્રે શરાબના નશામાં એણે મારા રૃમમાં આવીને મારી છેડછાડ કરી હતી.

પોલીસે ઇન્ડિયન પીનલ કૉડ (ભારતીય દંડ સંહિતા)ની ૩૫૪મી કલમ હેઠળ આ ગુનો નોંધ્યો હતો. કોઇ મહિલા પર જાતીય દુરાચાર કરનારને આ કલમ હેઠળ સજા કરાતી હોય છે. ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે ૧૯૭૧ના જાન્યુઆરીમાં આ ઘટના બની હતી.

હાલ ટીવી સામ્રાજ્ઞાી ગણાતી એકતા કપૂર અને અભિનેતા તુષાર કપૂરના પિતા જિતેન્દ્ર એક સમયે સુપરહિટ ફિલ્મો આપનારા અભિનેતા અને ફિલ્મ સર્જક તરીકે પંકાયા હતા. એમની સંખ્યાબંધ ફિલ્મો બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ હતી.

Post Comments