Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શત્રુધ્ન સિંહા નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ કરે તેવી શક્યતા

- આ પૂર્વે પરેશ રાવલનું નામ ચર્ચાતું હતું

મુંબઇ, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

હાલ ફિલ્મજગતમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ યાદીમાં ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ જોડાયું છે. આ ફિલ્મ બાબતે ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. જોકે આ પહેલા આ રોલ માટે પરેશ રાવલનું નામ બોલાતું હતું.

'' નરેન્દ્ર મોદી જેવા દમદાર વ્યક્તિની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની કોણ ના પાડે ? હું આ ફિલ્મમાં પાત્રને યોગ્ય ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કરીશ. તેઓ એક એકશન હીરોની માફક શક્તિશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે, તેમ અભિનેતાએ કહ્યું હતું.

જોકે વાસ્તવમાં શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીના આલોચક છે. કહેવાય છે કે પરેશ રાવલેે તો આ ફિલ્મની તૈયારી પણ શરૃ કરી દીધી હતી. પરંતુ હવે તેના સ્થાને શત્રુઘ્ન સિંહાનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ ફિલ્મનું  દિગ્દર્શન ભાવના તલવાર કરશે.

Post Comments