Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિક્રેટ સુપરસ્ટાર વિશ્વવ્યાપી રેકોર્ડ સર્જી રહી છે

- હાઇયેસ્ટ ગ્રોઇંગ પાંચ ફિલ્મોમાં આવી ચૂકી છે

-હાલ ચીનમાં ધમાલ મચાવી રહી છે

બીજિંગ / મુંબઇ તા.૧૩

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર દુનિયાભરની પાંચ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં આવી રહી હોવાની માહિતી મળી હતી.

આવકના રેકોર્ડ સર્જનારી આમિરની આ ત્રીજી ફિલ્મ છે. અત્યાર અગાઉ એની દંગલ અને પીકે ફિલ્મોએ પણ ધીંગી આવક રળી બતાવી હતી. હાલ સિક્રેટ સુપરસ્ટાર ચીનમાં ધૂમ મચાવી રહી છે. આવકનો આવો વિક્રમ સર્જનારો આમિર એકમાત્ર ભારતીય અભિનેતા ફિલ્મ સર્જક છે.

આમિરની દંગલ ફિલ્મે અગાઉ ૧૯૦૮ કરોડની આવક રળી હતી. એની તુલનાએ બાહુબલિએ ૧૭૦૦ કરોડની આવક કરી હતી. આમિરની  સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મે અત્યાર સુધીમાં ૮૭૪ કરોડ રળી લીધા હતા. સાથોસાથ એની પીકે ફિલ્મે ૮૩૪ કરોડની કમાણી કરી હતી. રસપ્રદ વાત એ છે કે ગયા વરસની દિવાળી પર સિક્રેટ સુપર સ્ટાર અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ગોલમાલ અગેન સાથે  દિવાળી પર રજૂ થઇ ત્યારે ઘરઆંગણે આમિરની ફિલ્મ પીટાઇ ગઇ હતી. માંડ માંડ ૪૦ કરોડની આવક રળી હતી જ્યારે ગોલમાલ અગેને ૩૦૦ કરોડ કમાઇ લીધા હતા. 

ચીનની આઇએમડીબી સંસ્થાએ જણાવ્યા મુજબ આટલી ધીંગી આવક રળનાર આમિર ખાન એકમાત્ર વિદેશી કલાકાર સાબિત થયો છે. અત્યાર અગાઉ ઇવન હોલિવૂડના કોઇ કલાકારે ચીનમાં આટલી આવક રળી નથી. ચીનમાં આમિરની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. દંગલ અત્યારે ચીનમાં સૌથી વધુ આવક રળનારી પહેલી વિદેશી ફિલ્મ ગણાઇ રહી છે.

Post Comments