Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાલ સૂરજ બરજાત્યા સલમાન સાથે એક્શન ફિલ્મ નહીં બનાવે

-એક સામાજિક કથા પરથી ફિલ્મનું પ્લાનિંગ છે

-રાજશ્રીના પ્રવક્તાએ કરેલો ખુલાસો

મુંબઇ તા.૯

સ્વચ્છ મનોરંજક ફિલ્મો બનાવવા માટે પંકાયેલા બેનર રાજશ્રીના સૂરજ બરજાત્યા હાલ સલમાન ખાનને લઇને એક્શન ફિલ્મ બનાવવાના નથી. હાલ તેમના મનમાં એેક સામાજિક કથા છે.

આમેય હાલ સલમાન ૨૦૧૯ સુધી ફ્રી નથી એવા સમાચાર અમે તમને આ સ્થળેથી આપી ગયા છીએ. ૨૦૧૬ની દિવાળી પર રજૂ થઇને હિટ નીવડેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો વખતે સૂરજે જાહેર કર્યું હતુ ંકે એ સલમાનની ઇમેજને અનુરૃપ એક્શન ફિલ્મ બનાવશે. વચ્ચેના સમયગાળામાં એમણે થોડા ટીવી શો માટે સમય ફાળવ્યો હતો. હવે ટીવી શોના કામમાંથી એ ફ્રી થઇ ચૂક્યા છે. પરંતુ હાલ સલમાન બિલકુલ ફ્રી નથી એટલે આ સમયનો સદુપયોગ કરી લેવા સૂરજ બરજાત્યા એક સામાજિક ફિલ્મ બનાવશે એવું રાજશ્રીના પ્રવક્તાએ મિડિયાને કહ્યું હતું.

આ પ્રવક્તાએ એવી માહિતી પણ આપી હતી કે સૂરજને ડાયરેક્શનમાં સહાય કરતો એનો પુત્ર આ સામાજિક ફિલ્મનું ડાયરેક્શન કરે એવી પણ શક્યતા ખરી.

Post Comments