Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લુઝીંગ માય રિલિજનના પગલે રણવીર સિંઘની આકરી ટીકા

-સોશ્યલ મિડિયા પર અનેક ટ્રોલરોએ ધોઇ નાખ્યો

-પદ્માવતીમાં અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ કર્યો છે

મુંબઇ તા.૧૧

ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ કરનારા ટોચના અભિનેતા રણવીર સિંઘની સોશ્યલ મિડિયા પર રીતસર ધોલાઇ થઇ હતી.

૧૯૮૦ના દાયકાના જગપ્રસિદ્ધ અમેરિકી રૉક બેન્ડ આરઇએમના સુપરહિટ ગીત લુઝીંગ માય રિલિજન પરથી પ્રેરણા લઇને રણવીર સિંઘે સોશ્યલ મિડિયા પર પોતાના અલ્લાઉદ્દીન ખીલજીના પાત્રનો ફોટોગ્રાફ રિલિઝ કરીને એના કેપ્શન રૃપે લુઝીંગ માય રિલજન લખ્યું હતું. એના પગલે હજ્જારો લોકોએ એની આકરી ટીકા કરી હતી અને એને આવું લખવા બદલ ખખડાવ્યો હતો.

કેટલાક લોકોએ એને રીતસર ઇસ્લામ સ્વીકારી લેવીની શિખામણ પણ આપી હતી. કેટલાક લોકોએ ગાળો લખી હતી તો કેટલાકે એને ચેતવ્યો હતો કે આ લખીને તેં સારું નથી કર્યું.

જો કે રણવીરે તો પોતાના ફિલ્મના પાત્રના સંદર્ભમાં આ કેપ્શન લખ્યું હતું. પરંતુ એમ લાગે છે કે હવે દેશમાં જમણેરી સંસ્થાઓનું જોર વધી રહ્યું છે અને રણવીરની આ હળવી ટકોર પણ આ લોકો સહન કરી શક્યા નહોતા.

આટલા બધા ટીકાના સંદેશા જોઇને રણવીર સિંઘ રીતસર ડઘાઇ ગયો હતો એમ એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.

Post Comments