Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇરફાન ખાન મજામાં છે, ચિંતા ન કરો

-સમય આવ્યે બીજું હેલ્થ બુલેટિન પણ રજૂ કરશે

-ઇરફાનના ખાસ દોસ્ત ફિલ્મ સર્જક શૂજિત સરકાર કહે છે

મુંબઇ તા.૧૩

ટોચના ફિલ્મ સર્જક શૂજિત સરકારે કહ્યુ ંહતું કે ઇરફાન ખાન મજામાં છે અને એની યોગ્ય સારવાર ચાલી રહી છે. એ સમય આવ્યે પોતાના ચાહકોને હેલ્થ બુલેટિન મોકલશે. ચિંતા કરવાની જરૃર નથી.

થોડા દિવસ અગાઉ ખુદ ઇરફાને કહ્યું હતું કે હું એક રહસ્યમય બીમારીનો ભોગ બન્યેા છું અને મારી સારવાર ચાલુ છે. એ વિશાલ ભારદ્વાજની ક્રાઇમ થ્રીલર સપનાા દીદી અને હિન્દી મિડિયમની સિક્વલ શરૃ કરવાનો હતો ત્યાં એની તબિયત બગડી હતી અને એણે પોતે ટ્વીટર પર આ વાત લખી ત્યારે એવી અફવા ફેલાઇ હતી કે એને બ્રેઇન કેન્સર છે અને એ છેલ્લા સ્ટેજમાં હોવાથી ઇરફાનની તબિયત ગંભીર છે.

એ પછી એવા સમાચાર પણ વહેતા થયા હતા કે ઇરફાન વધુ સઘન સારવાર માટે અમેરિકા જવા રવાના થયો હતો. દેખીતી રીતેજ એના હજ્જારો ચાહકો ચિંતા અનુભવતા થઇ ગયા હતા.

સોમવારે ઇરફાનના દોસ્ત અને ટોચના ફિલ્મ સર્જક શૂજિત સરકારે કહ્યું હતું કે ઇરફાન પોતે આપણને કહી ગયો છે કે ખોટ્ટા તર્ક વિતર્ક કરતા નહીં. એ આપણા દેશનો એક માત્ર હોલિવૂડ સ્ટાર છે. એ જ્યાં છે ત્યાં હાલ મજામાં છે અને એની સારવાર ચાલુ છે. એ યોગ્ય સમયે પોતાની તબિયત વિશે આપણને સોશ્યલ મિડિયા દ્વારા જણાવશે. ત્યાં સુધી ખોટી ચિંતામાં રહેવાનો કશો અર્થ નથી.

Post Comments