Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન ફરી ટચૂકડા પરદે દેખાશે

-દસ કા દમ લઇને આવી રહ્યો છે

-કૌન બનેગા કરોડપતિ જેવા શો સામે ટકી શક્યો છે

મુંબઇ તા.૯

 સુપર સ્ટાર સલમાન ખાન નજીકના ભવિષ્યમાં ફરી એકવાર ટચૂકડા પરદા પર દેખાશે એવી જાણકારી મળી હતી. એ પોતાના હિટ ટીવી શો દસ કા દમ લઇને આવી રહ્યો છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સંચાલિત સુપરહિટ ટીવી શો કૌન બનેગા કરોડપતિ સામે સલમાનનો દસ કા દમ શો ટકી ગયો હતો એ એની વિશેષતા ગણાય. એના બંને શો બીગ બોસ અને દસ કા દમ અત્યાર સુધી હિટ રહ્યા છે. તાજેતરમાં એેની બીગ બોસની ૧૧મી સિઝન હિટ થઇને પૂરી થઇ હતી. તરત એના બીજા હિટ સો દસ કા દમના સંચાલકોએ તક ઝડપી લીધી હતી અને એનો આ શો નજીકના ભવિષ્યમાં રજૂ થાય એવી યોજના અમલમાં મૂકી હતી.

શુક્રવારે ૯મી ફેબ્રુઆરીએ આ શોના પ્રોમોનું શૂટિંગ હોવાની માહિતી મળી હતી. આ પ્રોમો રજૂ થવાની સાથોસાથ ઓડિશન્સની જાહેરાત થશે જેથી આ શોમાં સહભાગી થવા ઉત્સકો પોતાના ઓડિશન્સની તૈયારી શરૃ કરી શકે. એ માટે મોબાઇલ એપ્સ પર પણ તક આપવામાં આવશે એવી જાણકારી આપવામાં આવી હતી.

ચેનલ સાથે સંકળાયેલા સૂત્રે કહ્યંુ હતું કે ચાલુ વર્ષની આઇપીએલની સ્પર્ધા-મેચ પૂરી થયા બાદ સલમાનનો આ શો ટેલિકાસ્ટ કરાશે. હાલ અમે કપિલ શર્માના કોમેડી શોને ફાઇનલ ટચ આપી રહ્યા છીએ.

Post Comments