Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મારી બહેન પર ખૂબ અત્યાચાર થયા હતા

-જેનેટ જેક્સનનો ભાઇ કહે છે

-એને ગાળો અપાતી અને ઓરડામાં પૂરી રાખતા

લોસ એંજલ્સ તા.૧૪

 મારી બહેન પર ઘણા અત્યાચારો થયા હતા. એ પ્રેગનન્ટ હતી ત્યારે તો રોજ એને ભૂંડી ગાળો અપાતી અને કેદીની જેમ એક ઓરડામાં પૂરી રાખીને એના પર ત્રાસ ગુજારાતો હતો એમ સ્ટીવન રેન્ડલ જેક્સને કહ્યું હતું.

આ વાત પોપ મ્યુઝિકના બેતાજ બાદશાહ માઇકલ જેક્સનની પુત્રી જેનેટ જેક્સનની છે જેણે કતારના એક આરબ વેપારી વિલમ અલ માના સાથે લગ્ન કર્યા ંહતાં. રેન્ડીના હુલામણા નામે જાણીતા સ્ટીવને કહ્યું કે ડાઇવોર્સની માગણી થયા પછી મારી બહેન પરના ત્રાસમાં અનેકગણો વધારો થયો હતો.ઔઅલ માનાના વકીલે આ વિશે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એમ કહ્યું હતું કે મારો અસીલ એને ભરપુર પ્રેમ કરતો હતો એટલા માટે તો એની સાથે પરણ્યો હતો. આ આક્ષેપ અમારી લાગણી દૂભાવનારા અને આઘાત પહોંચાડનારા છે. આથી વધુ હાલ મારે કશું કહેવું નથી.

Post Comments