Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે બૉક્સ ઑફિસ પર રિલીઝ થઇ રહી છે આ 4 ફિલ્મ

- થિયેટર જતા પહેલા જાણી લો આ ફિલ્મની સ્ટોરી વિશે

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2017, શુક્રવાર
 
આજે છે શુક્રવાર એટલે કે ફિલ્મી ફ્રાઇડે. આજે બૉક્સ ઑફિસ પર કેટલીય ફિલ્મ રિલીઝ થાય છે. કેટલીક હિટ થઇ જાય છે તો કેટલીક ફ્લોપ થઇ જાય છે પરંતુ આજના દિવસે જ ફિલ્મ હિટ કે ફ્લૉપ રહેશે તે જાણી શકાય છે. આજે 3 નવેમ્બરના રોજ 4 ફિલ્મ રિલીઝ થઇ રહી છે. તેમાંથી કેટલીક ફિલ્મ વિશે લોકો જાણતા હશે અને કેટલીક ફિલ્મના તો નામ પણ લોકોને ખબર પણ નહીં હોય. 
 
ઇત્તેફાક
 
ઇત્તેફાક એક થ્રિલર ફિલ્મ છે જેના ડાયરેક્ટર છે અભય ચોપડા. ફિલ્મ રેડ ચિલીઝ અને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનાક્ષી સિન્હા અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય ખન્ના ડબલ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવાના પ્રયાસ કરી રહ્યા છે. કેસમાં બે વિટનેસ છે જેમના પર પોલીસને શંકા પણ છે. બંને એક્ટર્સ તે રાતની અલગ-અલગ સ્ટોરી જણાવે છે જેમાં એક સાચી સ્ટોરી છે અને એક ખોટી. 
 
રામ રતન 
 
રામ રતન એક રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે જે લખી છે પ્રફુલ પારેખેઅને ડાયરેક્ટ કરી છે ગોવિંદ સક્રિયે. ફિલ્મમાં ડેઝી શાહ અને ઋષિ ભૂટાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને કેટલાય ગીત સામે આવ્યા પરંતુ લોકોમાં તેની કોઇ ખાસ અસર જોવા મળી નથી. 
 
રિબ્બન
 
કલ્કિ કોચલિન અને સુમીત વ્યાસની ફિલ્મ રિબ્બનનું ટ્રેલર ઘણું પસંદ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મ સ્મોલ બજેટ છે પરંતુ સ્ટોરી ઘણી રસપ્રદ લાગી રહી છે. ટ્રેલરમાં એક એવા કપલ વિશે જણાવવામાં આવ્યું છે જે પોતાના જીવનને ખૂબ જ એન્જોય કરે છે. બંને પોતાના કામ અને કરિયરને લઇને ઘણા સીરિયસ છે. પરંતુ આ બધાની વચ્ચે જાણવા મળે છે કે કલ્કિનું પાત્રમાં કલ્કિ પ્રેગ્નેટ હોય છે અને ત્યારબાદ બંનેનું જીવન કેવી રીતે બદલાય છે તે દર્શાવવામાં આવ્યું છે. 
 
થૉર રેગ્નારોક
 
માર્વલ સીરીઝના મોસ્ટ અવેટેડ ફિલ્મ 'થૉર રેગ્નારોક' પણ રિલીઝ થઇ રહી છે. આ એક હૉલીવુડ મુવી છે. ફિલ્મનું ટ્રેલર જોઇને જાણી શકાય છે કે તેમાં એક્શન સીન્સનો ડોઝ છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થ, કેટ બ્લેન્ચેટ અને ટૉમ હિડલસ્ટને મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં ડાયરેક્ટર છે તાઇકા વેટિટી. ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થઇ રહી છે. 

Post Comments