Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોમ મામાના નામે રશિયામાં રજૂ થશે

-પ્રતિષ્ઠિત ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાશે

-ઘરઆંગણે મોમ મધ્યમ સફળતાને વરી હતી

મુંબઇ તા.૧૦

 વીતેલા દાયકાઓની ટોચની અભિનેત્રી શ્રીદેવીને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ મોમ મામા ટાઇટલ સાથે રશિયામાં રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

બોની કપૂર નિર્મિત આ ફિલ્મમાં શ્રીદેવી સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને અક્ષય ખન્ના પણ ચમક્યા હતા. બે પાકિસ્તાની અદાકારોએ પણ આ ફિલ્મમાં મહત્ત્વનાં પાત્રો રજૂ કર્યા ંહતાં. આ ફિલ્મને ઘરઆંગણે મધ્યમ સફળતા મળી હતી. હવે રશિયાના પ્રતિષ્ઠિત ફિલ્મ્સ ફેસ્ટિવલમાં એનો પ્રીમિયર શો યોજાવાનો છે એવી જાણકારી મળી હતી.

રવિ ઉદયાવર નિર્દેશિત આ ફિલ્મમાં એ આર રહેમાનનું સંગીત હતું. આ ફિલ્મને ૭૫મા ગોલ્ડ ગ્લોબ એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું હતું અને ઘરઆંગણા કરતાં વિદેશોમાં એને વધુ સારો આવકાર મળ્યો હતો. એક બોલ્ડ અને બિનપરંપરાગત વિષયની કથા હતી જેમાં શ્રીદેવીના પાત્રની આસપાસ કથા ઘૂમતી રહી હતી.

Post Comments