Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: દેશી બોય્ઝ MJ5ના ડાન્સે અમેરિકાને કર્યુ દિવાનું

- અમેરિકાન ટીવી રીઆલિટી શો ‘શો ટાઇમ એટ ધ અપોલો’માં ભારતીય ડાન્સ ગ્રુપની ધૂમ

- વિશ્વભરમાં વાઈરલ થઈ રહ્યો છે ડાન્સ વીડિયો

ન્યૂયોર્ક, તા. 7 માર્ચ 2018, બુધવાર

સામાન્ય રીતે આપણે ત્યાં યોજાતા ડાન્સ અને રીઆલિટી શો વિદેશમાંથી કોપી થઈને આવતા હોય છે. પરંતુ અમેરિકામાં એક ડાન્સ વીડિયોએ એવી ધૂમ મચાવી છે કે લોકો એકબીજાની વૉલ પર શેર કરી રહ્યા છે. એકલું અમેરિકા જ નહીં દુનિયાભરના નેટિઝન વચ્ચે આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાના પ્રખ્યાત ટીવી રીઆલિટી શો ‘શો ટાઇમ એટ ધ અપોલો’માં ભારતીય ડાન્સ ગ્રુપ MJ5નો આ ડાન્સ દ.ભારતીય સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના એક ગીત પર કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

MJ5ના આ ડાન્સ વીડિયોને જોઈને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ બની જાય છે અને વાઉ બોલી ઉઠે છે ‘શો ટાઇમ એટ ધ અપોલો’ એક રિઆલિટી શો છે જે નવા ટેલેન્ટને પ્રમોટ કરે છે. આ શોમાં કોમેડીથી લઈને ડાન્સ પરફોર્મન્સ સુધી તમામ ટેલેન્ટ શો કરવામાં આવે છે.

ભારતીય રિઆલિટી શો ઇન્ડિયાઝ ડાંસિંગ સુપરસ્ટારના વિનર શ્રેય ખન્ના અને તેમના ગ્રુપ MJ5એ અમેરિકાના આ શોમાં ભાગ લઈને બધાને પોતાના ડાન્સ મૂવ્સથી દિવાના બનાવી દીધા છે. તેમણે ચિરંજીવીના પ્રખ્યાત ‘સુંદરી’ સોંગ પર ડાન્સ કર્યો હતો. આ સોન્ગમાં તેમણે માઇકલ જેક્શનના મૂવ્સ અને ઇન્ડિયન મેગાસ્ટારનું સોંગ મિક્સ કરીને અફલાતૂન ફ્યુઝન તૈયાર કર્યું છે.

Post Comments