Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જુડવા ટુએ ૧૫૦ કરોડ કમાવવા જોઇએ

-વરુણ ધવનની ઉત્કટ ઇચ્છા છે

-એનું કારણ જો કે રમૂૂજી જણાય છે

મુંબઇ તા.૧૪

 ટોચના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ જુડવા ટુએ બોક્સ ઑફિસ પર ઓછામાં ઓછા ૧૫૦ કરોડની કમાણી કરવી જોઇએ.

૧૯૯૭માં રજૂ થયેલી ઓરિજિનલ ફિલ્મ જુડવાનું નિર્દેશન પણ ડેવિડ ધવને કરેલું અને અત્યારે સિક્વલનું પણ ડેવિડ ધવન કરી રહ્યા છે. ઓરિજિનલમાં સલમાન ખાન ડબલ રોલમાં હતો જ્યારે અત્યારે વરુણ ધવન ડબલ રોલ કરી રહ્યો છે.

એને પૂછવામાં આવ્યું કે તમે આવી ઇચ્છા કેમ સેવી રહ્યા છો ત્યારે જવાબ આપતાં વરુણે કહ્યું કે મારી આ પહેલાંની ફિલ્મ બદ્રીનાથ કી દૂલ્હનિયાંએ બોક્સ ઑફિસ પર ૧૨૭ કરોડની કમાણી કરી હતી એટલે હવે એેનાથી ઓછું કશું ન ખપે. આગલી ફિલ્મ કરતાં વધુ ન સહી, આગલી ફિલ્મ જેટલો બિઝનેસ તો થવો જોઇએ એમ હું માનું છું. બદ્રીનાથમાં મારો સોલો રોલ હતો જ્યારે આ ફિલ્મમાં મારો ડબલ રોલ છે એટલે કમાણી ડબલ થવી જોઇએ. અઢીસો કરોડ થાય તો બેસ્ટ, પરંતુ એથી ઓછા થાય તો ૧૫૦ કરોડ તો થવા જોઇએ. 

'૧૫૦ કરોડની કમાણી થાય તો મારી બેંકેબલ (ભરોસો રાખી શકાય એવો) સ્ટારની ઇમેજને ધોકો ન પહોંચે એમ મને લાગે છે' એવું વરુણે કહ્યું હતું.   

છેલ્લા થોડા દિવસથી જુડવા ટુને જબરદસ્ત પબ્લિસિટી મળી રહી છે એને લઇને પણ વરુણ આવી અપેક્ષા રાખતો થયો છે એમ કહીએ તો ખોટું નહીં. વરુણ ઉપરાંત મૂળ ફિલ્મની જોડી સલમાન ખાન અને કરીશ્મા કપૂર પણ આ ફિલ્મનું હાલ પ્રમોશન કરી રહ્યા છે.

Post Comments