Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું તો અકસ્માતે બોલિવૂડમાં આવી ગઇ છું

-જેક્લીન ફરનાન્ડિસ કહે છે

-લોકોને હસાવવા એન્ટરટેઇનર બનવું હતું

મુંબઇ તા.૯

ટોચની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસે કહ્યુ ંહતું કે હું તો અકસ્માતે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે આવી ગઇ છું. મેં બોલિવૂડમાં આવવાની યોજના ઘડી નહોતી.

'સાવ કૂમળી વયથી મારા મનમાં એક વાત હતી કે સતત ટેન્શન વચ્ચે જીવતા આધુનિક સમયના લોકોને હસાવવા. એ માટે મારે એન્ટરટેઇનર બનવું હતું. એ સમયે અભિનય કરવાનો વિચાર માત્ર પણ નહોતો. ફિલ્મોમાં આવવાનીય વાત નહોતી. ફક્ત એન્ટરટેઇનર બનવાની કલ્પના કર્યા કરતી' એમ જેક્લીને કહ્યુ ંહતું.

તેણે ઉમેર્યું હતુંકે બોલિવૂડમાં તો હું બાય ચાન્સ આવી ગઇ છું.બોલિવૂડની ફિલ્મોમાં અભિનય એટલે માત્ર મનોરંજન નહીં, પણ ડાન્સ, ગીત અને વિવિધ સંવેદનો દ્વારા કલા રજૂ કરવી એમ હું માનતી થઇ છું.  ઓડિયન્સ તમારા દ્વારા પાત્રમાં ઓતપ્રોત થઇ જાય છે ક્યારે તો ઓડિયન્સ મનોમન તમારું પાત્ર બની રહે છેે અને પોતાને જે તે પાત્રમય બનાવી દે છે. આ પણ એક ચેલેંજ છે.

Post Comments