Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એય યુ, મારી રૉયલ્ટી ક્યાં છે ?

-અનિલે હળવા ટોનમાં અનુપમ ખેરને ટકોર્યો

-અનુપમ ડૉક્ટર અનિલ કપૂરનો રોલ કરે છે

ન્યૂયોર્ક /મુંબઇ તા.૧૩

સિનિયર અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં પોતાના દાયકાઓ જૂના દોસ્ત અને સહકલાકાર સિનિયર અભિનેતા અનુપમ ખેરને મજાકમાં એવો સંદેશો મોકલ્યો હતો કે મારી રૉયલ્ટી ક્યાં છે ?

વાત એવી છે કે અનુપમ ખેર હાલ એક અમેરિકી ટીવી સિરિયલ કરી રહ્યા છે જેમાં એમના પાત્રનું નામ છે ડૉક્ટર અનિલ કપૂર. આ વાતની જાણ અનિલને થઇ ત્યારે એણે અનુપમ ખેરને મેસેજ મોકલ્યો હતો કે ટીવી સિરિયલમાં મારું નામ કેમ વટાવી ખાઓ છો ?

આ બંનેએ ભૂતકાળમાં એક કરતાં વધુ ફિલ્મો સાથે કરી છે જેમાં મોટે ભાગે અનુપમ ચરિત્ર ભૂમિકામાં હતા અને અનિલ હીરો હતો. તેજાબ, રામ લખન વગેરે એવી ફિલ્મો છે જેમાં આ બંને કલાકારો એકમેકની સાથે હતા. જો કે વચ્ચે થોડો સમય બંને વચ્ચે ગેરસમજ અને અબોલા પણ થયા હતા.પરંતુ આ અબોલા લાંબો સમય ટક્યા નહોતા. ફરી બંને એક થયા હતા.

અનિલે ટ્વીટર પર અનુપમને સંદેશો મોકલ્યો હતો, 'મારું નામ સિરિલયમાં વાપરવા માટે મને રૉયલ્ટી જોઇએ નહીંતર ત્રણ દિવસમાં કાનૂની નોટિસ આવશે હોં કે...'

અનિલના પુત્ર અભિનેતા હર્ષવર્ધને પણ ટ્વીટર પર આ બંનેની દોસ્તીને બિરદાવતાં લખ્યું કે તમે બંને એક બીજા માટેનો પ્રેમ જુદી કક્ષાએ લઇ જઇ રહ્યા છો... ટીવી સિરિયલમાં દોસ્તનું નામ પાત્ર માટે વાપરીને તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો એ દાખવી દીધું...

Post Comments