Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુઇધાગાનો ફર્સ્ટ લૂક રિલિઝ થયો

-બંને મુખ્ય પાત્રો નાનકડા નગરના રહેવાસી જણાય છે

-યશ રાજની ફિલ્મમાં શરત સક્સેના ડાયરેક્ટર છે

મુંબઇ તા.૧૩

 ટોચના કલાકારો વરુણ ધવન અને અનુષ્કા શર્માને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી યશ રાજની ફિલ્મ સુઇધાગાનો ફર્સ્ટ લૂક સોમવારે રિલિઝ કરાયો હતો.

યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનર માટે શરત સક્સેના આ ફિલ્મના ડાયરેક્ટર તરીકે પસંદ થયા હતા. આ ફિલ્મ આજે મંગળવાર ૧૩મી ફેબુ્રઆરીએ ફ્લોર પર જઇ રહી હતી એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. ફર્સ્ટ લૂક પર નજર પડતાંજ બંને મુખ્ય પાત્રો કોઇ નાનકડા નગરના રહેવાસી જેવા દેખાય છે એેટલે કે કથાને અનુરૃપ પાત્રો હોય એ રીતે તેમની સજાવટ કરાઇ હતી.ઔઆ ફિલ્મમાં વરુણ મૌજી નામના દરજીનો રોલ કરી રહ્યો છે જ્યારે અનુષ્કા પડોશમાં રહેતી અને ભરતગૂંથણ દ્વારા રોજી રળતી મમતા નામની યુવતીનો રોલ કરી રહી છે. બંને વચ્ચે એક પ્રકારની આત્મીયતા છે.

આ ફિલ્મની કથાનું મૂળ હાલની કેન્દ્ર સરકારની મેઇક ઇન ઇન્ડિયા ઝુંબેશ પર આધારિત છે અને એની કથાનો સાર એવો છે કે ગમે તેવા નાનકડા ગામડામાં કે નગરમાં રહેતાં હો, સ્વાવલંબન મહત્ત્વનું છે. કોઇ પણ કામ નાનું નથી. દરેક કામ તમને પ્રમાણિકતાથી રોજી રોટી આપતું હોય તો એ ગૌરવદાયી કામ ગણાય.

Post Comments