Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા ઈચ્છે છે કે સલમાન રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બને

- જોકે આ બાબતે હજી જમ્મુ-કાશ્મીર સરકાર અને સલમાન વચ્ચે કોઈ નિર્ણય નથી લેવાયો

મુંબઇ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
જમ્મુ-કાશ્મરીની મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તી તાજેતરમાં 'સરગોશિયાં' ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવા મુંબઇ આવી હતી. મુંબઇના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ તેને જમ્મુ-કાશ્મીરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરે તેવો પ્રશ્ર પુછ્યોહતો. મહબૂબા મુફ્તીે તરત જ ' સલમાન ખાન સૌથી સારો રહેશે' એવો ઉત્તર આપ્યો હતો. જોકે આનાથી વધુ વાત કરવા તે રાજી નહોતી. આ બાબતે સરકાર તરફથી કોઇ તૈયારી થઇ રહી છે કે નહીં તેની સ્પષ્ટતા પણ કરી નહોતી. 
 
મહેબૂબાએ બોલીવૂડના માંધાતાઓને કાશ્મીરમાં ફિલ્મના શૂટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેણે દાવો કરતાં કહ્યુ ંહતું કે, જમ્મુ-કાશ્મીરના અમુક  જ એરિયામાં તાણનો માહોલ હોય છે. એ  સિવાય જમ્મુ,લેહ અને લડાખમાં શાંતિ હોય છે.
 
જમ્મુ-કાશ્મીરમાં અશાંતિનું વાતાવરણના મીડિયાના સમચારથી સહેલાણીઓએ કાશ્મીરમાં આવવાનું નહીંવત કરી નાખ્યું છે.  'સરગોશિયાં' ફિલ્મમાં ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ દેખાવાના પ્રયાસ કર્યા છે. ઇમરાને સંપૂર્ણ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં જ કર્યું છે. 

Post Comments