Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રભાસને બોલિવૂડના નિર્માતાઓ બમણી ફીની ઓફર કરી રહ્યા છે

- દક્ષિણનો આ સુપરસ્ટાર હાલ બોલિવૂડમાં આવવા રાજી નથી

મુંબઇ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
બાહુબલી ૨ની સફળતા પછી તેના મુખ્ય અભિનેતા પ્રભાસની વાહવાહ થઇ રહી છે. પ્રભાસની આ સફળતાને બોલીવૂડના માંધાતાઓ લાભ ઉઠાવવા  ઘાંઘા થયા છે અને તેને બમણી ફીની ઓફર આપી રહ્યા છે. 
 
નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર સહિત અન્ય બે નિર્માતાઓએ બાહુબલી ફેમ પ્રભાસને પોતાની ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ નિર્માતાઓમાં કરણ જોહર ઉપરાંત સાજિદ નડિયાદવાળા અને આદિત્ય ચોપરા પણ સામેલ છે. હાલ તો પ્રભાસે આ ઓફર સ્વીકારી નથી,પરંતુ મજબૂત સ્ક્રિપ્ટ હશે તો તે ચોક્સ બોલીવૂડમાં કામ કરશે.
 
ઉલ્લેખનીય છે કે, હિન્દી ફિલ્મોમાં પહેલાં પમક્ષણના કલાકારો મોટી આશાએ સફળતા મેળવવા આવ્યા હતા. પરંતુ તેમને ધાર્યું પરિણામ મળ્યું નહોતું. તેમાં કમલ હાસન, રજનીકાંત, ચિરંજીવી મુખ્ય છે જેમણે  હિંદી ફિલ્મોમાં કામ કર્યા બાદ પછી પણ પોતાની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પાછું જવું પડયું. તેથી પ્રભાસ મજબૂતસ્ક્રિપ્ટ વગર હિંદી ફિલ્મોમાં કારકિર્દી શરૃ કરવા રાજી નથી.
 
પ્રભાસને દક્ષિણની ફિલમો કરતાં બમણી ફી આપવાની ઓફર આપવામાં આવી રહી છે. એક વાતએવી પણ છે કે મજબૂત પટકથાની સાથેસાથે પ્રભાસને ફિલ્મમાં બે હિરોવાળી સ્ક્રિપ્ટ વધુ પસંદ કરશે. તે પોતાની સાથે રાણા ડગ્ગુબાડીને પણ લેવા ઇચ્છે છે.  આ બન્ને અભિનેતાએ બાહુબાલી અને બાહુબલી ૨ કરીને પાંચ વરસ સાથે કામ કર્યું છે અને બન્ને વચ્ચેની બોન્ડિગ પણ ગજબની છે.

Post Comments