Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકાને આંધ્ર પ્રદેશ સરકાર ખાસ એવોર્ડ આપશે

-૧૯ નવેંબરે યોજાશે એવોર્ડ સમારોહ

-રાજ્યના પ્રવાસ પર્યટનના વિકાસ માટેનો એવોર્ડ છે

મુંબઇ તા. ૧૧

 ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણને આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર પ્રવાસ પર્યટનના વિકાસ માટેનો સોશ્યલ મિડિયા એવોર્ડ એનાયત કરશે એવું જાહેર કરાયું હતું.

૧૯મી નવેંબરે યોજાનારા એક સમારોહમાં આ એવોર્ડ દીપિકાને એનાયત કરાશે. દીપિકાને મોસ્ટ પોપ્યુલર ઇન્ડિયન એક્ટ્રેસ ઓન સોશ્યલ મિડિયા નામનો એવોર્ડ આપવામાં આવશે. દીપિકાએ આ એવોર્ડ સ્વીકારવા માટે અમરાવતી આવવાની ખાતરી આપી હોવાનું રાજ્ય સરકારના એક પ્રવક્તાએ કહ્યું હતું. જો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હજુ આ આમંત્રણનો ઔપચારિક સ્વીકાર કર્યો નથી. આ  જ સમારોહમાં રાણા દગ્ગુબાતીને મોસ્ટ એક્ટિવ સાઉથ ઇન્ડિયન સ્ટારનો એવોર્ડ અપાશે જ્યારે સંગીતકાર અનિરુદ્ધને મોસ્ટ સેન્સેશનલ ઓન સોશ્યલ મિડિયા તરીકે ઓળખાતો એવોર્ડ અપાશે. જુદી જુદી કેટેગરીના કુલ ત્રીસેક એવોર્ડ નક્કી કરાયા હતા એમ આ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે બોલિવૂડના અને સાઉથના મોટા ભાગના કલાકારો હાજર રહે એવી શક્યતા છે.

Post Comments