Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મારી આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ નથી : સંજય ભણશાલી

- સાહિર લુધિયાનવીની બાયોપિકમાં અભિનેત્રી અમૃતા પ્રીતમનો રોલ ભજવતી હોવાની અફવા

મુંબઇ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સંજય લીલા ભણશાલી સાહિર લુધિયાનવીની બાયોપિક પર ફિલ્મ બનાવવા ઉત્સુક છે. પરંતુ તેમને આ ફિલ્મ માટે ઇચ્છતા કલાકારો મળતા નથી. છેલ્લી અફવા પ્રમાણે અમૃતા પ્રીતમનું પાત્ર દીપિકા પદુકોણ ભજવતી હોવાની છે. પરંતુ દીપિકાએ આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દીપિકાને, અમૃતા પ્રીતમનું પાત્ર ભજવવા પર પુછવામાં આવ્યું હતું. ત્યારે અભિનેત્રીએ આશ્ચર્યચકિત થઇને ના પાડી હતી. સાહિર લુધિયાનવીનું પાત્ર અભિષેક બચ્ચન ભજવેતેવી અફવા છે. કહેવાય છે કે, જુનિયર બચ્ચન નિયમિત રીતે સાહિરના ગીતો સાંભળે છે તેમજ તેના પિતા અમિતાભને સાહિર સાથે સારું ફાવતું હોવાથી તેમની પાસેથી માહિતી પણ મેળવે છે.

પહેલા આ રોલ ઇરફાન ખાનને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ભજવવાનો ઇનકાર કર્યો હતો. પોતાની ફિલ્મના પાત્રો વિશે હજી સુધી સંજય લીલા ભણશાલીએ સ્પષ્ટતા કરી નથી. આ ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપરા અનેઐશ્વર્યા રાય બચ્ચનના નામ પણ બોલાયા છે.

Post Comments