Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સદા સુહાગન ભૈરવીનાં કેવાં કેવા રમણીય સ્વરૂપો ફિલ્મ સંગીતે આપ્યાં છે?

- ભૈરવીનાં જે અનેકવિધ સ્વરૂપોને આપણા ફિલ્મ સંગીતકારોએ સજાવ્યાં છે

- ભૈરવીનું વર્ણન 'સદા સુહગાન' (અખંડ સૌભાગ્યવતી) તરીકે કરે છે

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2018, ગુરુવાર

ભજન સમ્રાટ અનુપ જલોટા કબીરની ચદરિયાં ઝીની ઝીની ભજન રાગ દેશમાં શરૂ કરે પછી વચ્ચે રાગ દેશમાં બીજા કયા કયા રાગોની છાયા છે એ વર્ણવતી વખતે ભૈરવીનું વર્ણન 'સદા સુહગાન' (અખંડ સૌભાગ્યવતી) તરીકે કરે છે અને આ સદા સુહાગન ભૈરવીએ કેટકેટલાં યાદગાર ગીતો હિન્દી ફિલ્મોમાં આપ્યાં છે!

ભૈરવીનાં જે અનેકવિધ સ્વરૂપોને આપણા ફિલ્મ સંગીતકારોએ સજાવ્યાં છે એ વિશે વિચાર કરીએ ત્યારે ભલભલા સંગીતજ્ઞો ચકરાઈ જાય. સંગીતકાર સ્વજન કલ્યાણજીભાઈ (કલ્યાણજી આણંદજી ફેમ) સાથે આ વિશે કેટલીય વાર વિગતવાર ચર્ચા કરવાની તક મળેલી. આ બંને એક વાતે સંમત હતા કે રાગ યા રાગિણીના સ્વરો તો જાણીતા હોય છે ફક્ત સંગીતકાર પોતાની કલ્પના પ્રમાણે એને સજાવતો હોય છે અને દરેક સંગીતકાર પોતાની રીતે એ રાગને લાડ લડાવતો હોય છે.

અહીં સંપૂર્ણ યાદી આપવાનો ઈરાદો નથી એ જ રીતે સ્થળસંકોચ પણ નડે પણ એક મુદ્દાની ચર્ચા વિગતે કરવાની ઈચ્છા ખરી. વાતવાતમાં કલ્યાણજીભાઈએ કહેલું કે, સાહિત્યમાં જે નવ રસ છે - શૃંગાર, હાસ્ય, કરૂણ, રૌદ્ર વગેરે એ બધા રસ એક રાગ કે રાગિણીમાં અનાયાસે પ્રગટી જાય એવું પણ ક્યારેક બને છે. તમે સંગીતના વિદ્યાર્થી રહ્યા છો તો સંશોધન કે અભ્યાસ કરજો.

વાત વિચારવા જેવી છે. શૃંગારમાં પણ પાછું મિલન, રિસામણાં-મનામણાં, વિપ્રલંભ કે વિયોગની ભાવના વગેરે ઘણું આવી જાય. વિષયનો વ્યાપ ઘણો વિશાળ છે એટલે ક્યાંક વિષયાંતર થઈ જાય તો ક્ષમસ્વ. ધ્યાન દોરવાની છૂટ છે. બે-ચાર દાખલાથી આ વાત સ્પષ્ટ કરીએ. શૃંગારમાં જુઓ. વાત ભૈરવી પૂરતી મર્યાદિત રાખી છે. મિલનનો આનંદ રાજકપૂરની ફિલ્મ બરસાતના ટાઈટલ ગીત - બરસાત મૈં હમ સે મિલે તુમ સજન તુમ સે મિલે હમ બરસાત મૈં... માં છે, યોગાનુ યોગે આ જ ફિલ્મમાં વિયોગનું ગીત પણ છે- છોડ ગયે બાલમ મોંહે.. તો ફિલ્મ સંગમમાં મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં... માં મિલન છે. બે રચના કલ્યાણજીભાઈની લઈએ. બંને ભૈરવીમાં છે, વિયોગની  કે પ્રણય ભગ્ન હૈયાની વાત કરે છે. તમે પણ માણી હશે આ રચનાઓ- ફિલ્મ સહેલી, ગાયક મુકેશ, મુખડું - જિસ દિલ મેં બસા થા પ્યાર તેરા ઉર દિલ કો કભી કા તોડ દિયા... બીજી રચના ફિલ્મ દિલ ભી તેરા હમભી તેરેની છે. આ દિલભી તેરા (1961-62) ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ ગણાય છે. એના ગાયક પણ મુકેશ છે. શું અદ્દભુત ભૈરવી છે! મુખડું છે- મુઝકો ઈસ રાત કી તન્હાઈમેં આવાઝ ન દો, જિસ કી આવાઝ રુલા દે મુઝે વો સાઝ ન દો... આવા બીજા દાખલા પણ આપી શકાય પરંતુ અગાઉ તહ્યું તેમ અહીં સ્થળ સંકોચ ઉપરાંત પેલી લોકક્તિ યાદ આવે રસનાં છાંટણાં હોય, કૂંડા ન હોય. મિલન અને જુદાઈની વાત સ્પષ્ટ થઈ હશે.

હવે રિસામણાં- મનામણાં લઈએ. ફિલ્મ અનુરાધા, સંગીત સિતાર સમ્રાટ પંડિત રવિશંકરનું, ગાયિકા લતા, ગીતનું મુખડું આ રહ્યું- સાંવરે સાંવરે, કાહે મોંસે કરો જોરાજોરી, બૈયાં ના મરોડો મોરી, દુંગી..દુંગી ગારી, હટ જાઓ રી સાંવરે... સાંવરે પર જે રીતે સમ આવે છે એ સમજુ શ્રાતાને દંગ કરી દે એવો છે.

આ ગીતમાં તો રવિશંકરે રાગના સ્વરોને જે લાડ લડાવ્યા છે એને માટે સુપર્બ સિવાય બીજો કોઈ શબ્દ આ લેખકને સુઝતો નથી. બરસાતનું સંગીત શંકર જયકિસનનું હતું અને અનુરાધાનું પંડિત રવિશંકરનું. રાગ એક જ, પરંતુ શાસ્ત્રીય સંગીતમાં જેને બઢત કે રાગ વિસ્તાર કહે છે એ ફિલ્મ સંગીતમાં સર્જકની કલ્પાનનો આવિષ્કાર બની રહે છે.

હાલ ફક્ત શૃંગારની વાત ચાલુ રાખીએ. વસંત દેસાઈએ મીરાંબાઈના એક ભજનને વી. શાંતારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેમાં ભૈરવીમાં સ્વરબદ્ધ કરેલું. એ અત્યંત મધુર રચના હતી- જો તુમ તોડો પિયા મૈં નાહિ તોડું રે... વરસો પછી આ ભજનને સંતુરકિંગ પંડિત શિવકુમાર શર્માએ સ્વરબદ્ધ કર્યુ પરંતુ વસંત દેસાઈ જેવી મોજ બંદિશમાં ન આવી તે ન જ આવી. તો એ જ વસંત દેસાઈએ વિજય ભટ્ટની ફિલ્મ ગૂંજ ઊઠી શનાઈમાં એક અદ્દભુત રચના આપેલી- દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા.. ખરી મજા એ છે કે વસંત દેસાઈ એક ઈમાનદાર સર્જક હતા. એમણે આ લખનાર સાથે કરેલી વાતચીતમાં ખુલ્લા દિલે એકરાર કરેલો કે આ બંદિશ મારી નથી પછી શું થયું?

(લેખકઃ અજીત પોપટ)


વધુ વાંચો
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/entertainment/classical-rag-ragini-based-film-songs-day-1

Post Comments