Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીક ચેનીના રોલ માટે ક્રિશ્ચન બેલ વજન વધારી રહ્યો છે

-અગાઉ મશિનિસ્ટ અને ધ ડાર્ક નાઇટ માટે આવા પ્રયોગો કર્યા હતા

-ડીક ચેની હાલ અમેરિકી ઉપપ્રમુખ છે

લોસ એંજલ્સ તા.૧૩

અમેરિકાના હાલના ઉપપ્રમુખ ડીક ચેનીની બાયો-ફિલ્મ માટે અભિનેતા ક્રિશ્ચન બેલ પોતાનું વજન વધારી રહ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

અત્યાર અગાઉ ૪૩ વર્ષના આ કલાકારે ધ મશિનિસ્ટ અને ધ ડાર્ક નાઇટ ત્રિલોજી માટે પણ જરૃરી શારીરિક ફેરફારો કર્યા હતા. એ આવા પ્રયોગો કરતાં જરાય ખંચકાતો નથી એમ એણે પોતે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં વેરાયટી ડૉટ કોમને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. એણે કહ્યું કે હું હાલ ખૂબ ચરબીયુક્ત ખોરાક લઇ રહ્યો છું. મારે ખાસ્સું વજન વધારવાનું છે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન ડોનાલ્ડ રમ્સફેલ્ડ તરીકે સ્ટીવ કેરેલ અને ચેનીનાં પત્ની તરીકે એમી એડમ્સ ચમકવાની છે. એડમ મેક્કે આ ફિલ્મના ડાયરેેક્ટર તરીકે પસંદ થયા હતા.  

આ ફિલ્મનંુ ટાઇટલ હજુ નક્કી કરાયું નથી અને ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે એ પણ જાહેર કરાયું નથી.

Post Comments