Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોઇ અમને સુપરહીરોનો પોષાક તો લાવી આપો

-રણબીર કપૂર અને કરણ જોહર દ્વિધામાં છે

-સુપરમેન કે સ્પાઇડર મેનની નકલ ન ચાલે

મુંબઇ તા.૧૩

હોલિવૂડની સુપરમેન, સ્પાઇડર મેન કે આયર્ન મેન જેવી પહેલવહેલી ભારતીય સુપરહીરો ફિલ્મ બનાવી રહેલા ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર અને ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રનો હીરો રણબીર કપૂર સુપરહીરોના પોષાક અંગે ચિંતિત હોવાની માહિતી મળી હતી.

હોલિવૂડના પ્રત્યેક સુપરહીરોની એક આગવી ઓળખ તેમનો પોષાક છે. અહીં બ્રહ્માસ્ત્રના હીરો માટે કેવો પોષાક તૈયાર કરાવવો અને કોની પાસે તૈયાર કરાવવો એ કરણ જોહર માટે સિરદર્દ જેવો મુદ્દો બની રહ્યો હોવાનું તેમની નિકટનાં સૂત્રો કહે છે. માત્ર મહોરું અને કેપ સાથે પોતાના સુપર હીરોને રજૂ કરવાની કરણની તૈયારી નથી. એને એવા કોસ્ચ્યુમની તલાશ છે જે ભારતીય સુપરહીરોની આગવી ઓળખ બની રહે. અગાઉ રાકેશ રોશને પોતાની ક્રીશ સિરિઝની ફિલ્મોમાં રિતિક રોશન માટે આ પ્રકારના એેક પોષાકની જોગવાઇ કરી હતી જે ક્રીશની ઓળખ બની રહી. હવે પોતાના સુપરહીરો માટે કરણને એવાજ કોઇ વિશિષ્ટ પોષાકની આવશ્યકતા છે. 

રણબીરના દોસ્તો કહે છે કે અત્યાર સુધી સંખ્યાબંધ પોષાકો અજમાવી જોવાયાં છેે પરંતુ વાત જામતી નથી. પોતે બીજો ક્રીશ બની રહે એ વાત રણબીરને સ્વીકાર્ય નથી. કરણ જોહર પણ આ મુદ્દે રણબીરની સાથે સંમત છે. એટલે અત્યારે તો એમને પોષાકની તલાશ છે.

Post Comments