Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફરી કરણ જોહર અને સલમાન હાથ મિલાવી રહ્યા છે ?

-રણવીર સિંઘ અને દીપિકાને લઇને ફિલ્મ બનાવવા ધારે છે

-અગાઉ બંને બેટલ ઑફ સારગઢી પરથી ફિલ્મ બનાવવાના હતા

મુંબઇ તા.૧૩

 ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર અને સુપર સ્ટાર સલમાન ખાન ફરી એકવાર સાથે થઇ રહ્યા હોય એવા અણસાર તાજેતરમાં મળ્યા હતા.

અગાઉ આ બંને અક્ષય કુમારને સાથે લઇને બેટલ ઑફ સારગઢી પરથી ફિલ્મ બનાવવાના હતા પરંતુ આ વિષય પરથી અજય દેવગણ પણ ફિલ્મ બનાવી રહ્યો હોવાની માહિતી મળતાં સલમાન ખસી ગયો હતો. કરણ જોહરે પોતાની ફિલ્મને કેસરી નામ આપ્યું હતું.

હવે એવું લાગે છે કે ફરી એકવાર સલમાન અને કરણ હાથ મિલાવી રહ્યા છે. તાજેતરમાં સલમાનની માતા સલમાન ખાન કરણ જોહરની ઑફિસ પાસે દેખાયાં હતાં. યોગાનુયોગે રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ પણ એ જ સમયે કરણ જોહરને મળવા ગયાં હતાં. દેખીતી રીતેજ એ કારણે એવી વાતો વહેતી થઇ હતી કે કરણ અને સલમાન રણવીર સિંઘ અને દીપિકાને લઇને કોઇ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ કલાકાર જોડીની પદ્માવત ફિલ્મે બોક્સ ઑફિસ પર ટંકશાળ સર્જી હતી. આ બંને હાલ સૌથી હિટ જોડી ગણાય છે.

જો કે સલમાન ખાન કે કરણ જોહર તરફથી હજુ સુધી કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

Post Comments