Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રણબીર સાથે સંબંધ ન રાખવા આલિયા ભટ્ટને ચેતવણી

- જુનિયર કપૂર સાથે ગાઢ સંબંધો એક દિવસ બહુ રડાવશે એવી રણબીરના મિત્રની સલાહ

મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાના વધુ નજીક આવી ગયા હોવાની ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. તાજેતરમાં એક ચેટ શોમાં મનીષ મલ્હોત્રા ્અને સોનાક્ષી સિંહાએ આ વાત કરી ત્યારથીતેમના સંબંધો મિત્રતા કરતાં આગળ વધી ગયા હોવાની ગુસપુસ ચાલી રહી છ.ે
સૂત્રની વાત સાચી માનીએ તો રણબીર કપૂરના એક મિત્રે આલિયાને ચેતવણી આપી દીધી છે. રણબીર સાથેના ગાઢ સંબંધો તને ચોક્કસ એક દિવસ બહુ રડાવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.

''રણબીર યુવતીઓના હૃદયભંગ માટે જાણીતો છે. તે યુવતીઓ સાથે પ્રેમ કર્યા પછી સંબંધો તોડતા પણ તેને વાર લાગતી નથી. દીપિકા પદુકોણ એ કેટરિના કૈફ તેના પુરાવા છે. કેટરિનાએ તો રણબીર સાથે શંસાર માંડવા કારકિર્દીને તિલાંજલી આપવાનો પણ નિર્ણય કરી લીધો હતો. પરંતુ રણબીરે સંબંધ જ તોડી નાખ્યો. હવે તેના જીવનમાં આલિયા આવી છે અને  તેના પણ એવા જ હાલ થવાના છે, તેમ તેના મિત્રે કહ્યું હતું.

 ચર્ચા તો એવી પણ છે કે રણબીર આલિયાને ઘરે રાત પણ રહે છે. કહેવાય છે કે રાતના ૧૧ વાગે રણબીરને આલિયાના ઘરે જતો જોયો હતો અને છેક બીજે દિવસે સવારે સાત વાગ્યે તેના ઘરેથી બહાર નીકળ્યો હતો. વાત તો એવી પણ છે કે મીડિયાકર્મીઓની નજરથી બચવા એકબીજાને પોતાના ઘરે બોલાવા માટે પોતાની કાર મોકલે છે. પરંતુ કહેવાય છે કે પ્રેમ કદી છુપતો નથી.

જોકે એક વાત એવી પણ છે કે આલિયા અને રણબીર હાલ અયાન મુખર્જીની ફિલ્મ માટે સાથે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મની તૈયારી માટે આલિયા અને રણબીર મળવા લાગ્યા છે ત્યારથી બન્નેના અફેયરની ચર્ચા શરૃ થઇ ગઇ છે. હવે ફિલ્મ માટે દર્શકોને આકર્ષવાનો આ એક પબ્લિસિટી સ્ટંટ છે કે ખરેખર બન્ને પ્રેમમાં છે તે તો સમય જ દાખવશે.

Post Comments