Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રહ્માસ્ત્રની પૂર્વતૈયારીનો ઇઝરાયેલમાં આરંભ થયો

-દેશની પહેલી સુપરહીરો ફિલ્મ છે

-કરણ જોહર નિર્માતા છે અને મેગાબજેટ પાસ કર્યું છે

મુંબઇ તા.૩

 ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર કહેવાય એવી પહેલી સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્રની પૂર્વતૈયારીનો આરંભ ઇઝરાયેલમાં થઇ રહ્યો હેાવાની માહિતી મળી હતી.

કરણે આ ફિલ્મના હીરો તરીકે રણબીર કપૂરની વરણી કરી હતી. અગાઉ રણબીર કપૂર કરણ સાથે ઐાર એક મલ્ટિસ્ટાર ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલ કરી ચૂક્યો છે જેમાં એની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, અનુુષ્કા શર્મા વગેરે ચમકી હતી. બ્રહ્માસ્ત્રને ટ્રિલોજી તરીકે બનાવવાની કરણની ઇચ્છા છે. હોલિવૂડમાં બનતી સ્પાઇડર મેન સુપરમેન જેવી આ ફિલ્મના પહેલા મણકા માટે કરણે રણબીરની સાથે પોતાની શોધ સમી આલિયા ભટ્ટને લીધી છે. આલિયા પહેલીવાર કરણની સ્ટુડન્ટ ઑફ ધી યર (૨૦૧૨)માં ચમકી હતી. જો કે રણબીર કપૂર સાથે એ પહેલીવાર કામ કરી રહી છે.

બ્રહ્માસ્ત્ર માટે કરણે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ સાઇન કર્યા હતા. આ ત્રણે આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૧૯ના ઑગષ્ટની ૧૫મીએ રજૂ કરવાની કરણની યોજના છે. હાલ રણબીર કપૂર અને આલિયા ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં છે એવી માહિતી મળી હતી.

Post Comments