Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઐશ્વર્યા રાય બચ્ચન હવે કોમેડી કરશે

-સંજય લીલા ભણસાલી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે

-અગાઉ આ બંનેએ ત્રણેક હિટ ફિલ્મો આપી હતી

મુંબઇ તા.૧૧

ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી સાથે એક ફિલ્મ કરવા સંમત થઇ હોવાનું જાણવા મળ્યુ ંહતું.

બોલિવૂડની સૌથી વધુ સુંદર અભિનેત્રીઓમાં ગણાતી અને સાથોસાથ એ લિસ્ટની અભિનેત્રીઓમાં મોખરાની ગણાતી આ અભિનેત્રી અગાઉ  ભણસાલી સાથે ત્રણ હિટ ફિલ્મો આપી ચૂકી છે- હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ અને ગુજારિશ. ત્યારબાદ બંનેએે સાથે કામ કર્યું નહોતું. હવે બંને ફરી સાથે કામ કરવાનાં છે.

ભણસાલીની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું  કે આ સપ્તાહમાં બંને વચ્ચે મુલાકાત યોજાઇ હતી જેમાં બંનેએ ફરી એક ફિલ્મ સાથે કરવાનું નક્કી કર્યુ ંહતું. 

આ પ્રવક્તાએે વધુમાં એવી માહિતી આપી હતી કે આ ફિલ્મ ઐતિહાસિક કે બહુ મોટા બજેટની નહીં હોય, ગંભીર પણ નહીં હોય. હળવી કથા ધરાવતી કોમેડી ટાઇપની ફિલ્મ હશે. અત્યાર અગાઉ ભણસાલીએ એક્કે કોમેડી ફિલ્મ બનાવી નથી.

અત્યાર અગાઉ એક કરતાં વધુ વખત ઐશ્વર્યા એવું કહી ચૂકી છે કે ભણસાલી સાથેના એના સંબંધો ટેલિપથિક છે. 'એમણે કદી મને એવી સૂચના આપી નથી કે મારે શું કરવાનું છે. એમને શું જોઇએ છે એની મને આપોઆપ સૂઝ આવી જાય છે અને હું એ પ્રમાણે કરું છું.'

Post Comments