Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવના અંશાવતાર કાળભૈરવ

શિવપુરાણમાં આવતી એક કથા અનુસાર એકદિવસ બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતપોતાની શ્રેષ્ઠતા અંગે ભારે વાદવિવાદ થયો. બ્રહ્મા પોતાને જગતના સર્જક અને રક્ષક ગણાવતા રહ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું : 'હે ચતુરાનન !

તમારી ઉત્પત્તિ મારી નાભિકમળમાંથી થઈ છે. તમે મારા પુત્ર સમાન છો. એટલે હું જ શ્રેષ્ઠ છું.' વાદવિવાદ આમ વધતો ગયો. છેવટે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધ રોકવા માટે દેવો ભગવાન શિવ પાસે ગયા. દેવોની વાત સાંભળી આ દારુણ યુદ્ધ રોકવા શિવે અગ્નિસ્તંભનું રૃપ ધારણ કર્યું.

આ સ્તંભનો કોઈ અંત કે છેડો ન હતો. આ સ્તંભને જોઈ વિષ્ણુ અને બ્રહ્મા તેની પરીક્ષા કરવા નીકળી પડયા. વિષ્ણુ ભૂંડનું રૃપ ધરી સ્તંભનો મૂળ ભાગ શોધવા ગયા. પરંતુ શોધી શક્યા નહિ એટલે તેઓ યુદ્ધ સ્થળે પાછા ફર્યા. બ્રહ્મા હંસ રૃપ ધારણ કરી સ્તંભનો આધાર શોધવા પાતાળ સુધી ગયા પરંતુ તેમને પણ નિષ્ફળતા મળી. એટલે તેઓ મ્લાનવદને પાછા ફર્યા.

બ્રહ્માએ માર્ગમાં આવતા એક કેતકીપુષ્પને પોતાની વીતકકથા કહી સંભળાવી. તેમણે કેતકીને કહ્યું :' આ અગ્નિસ્તંભનો અંત શોધવા હું ગયો હતો પરંતુ મને તેનો અંત જડયો નથી.

હવે મારી આબરૃ જાય એમ છે. એટલે તું મારી સાથે આવીને, સાક્ષી બનીને ભગવાન વિષ્ણુને કહેજે કે બ્રહ્માજીએ અગ્નિસ્તંભનો છેડો શોધી કાઢયો છે.'બ્રહ્માની ઇચ્છાને માન આપી, કેતકીપુષ્પે બ્રહ્મા સાથે જઈ ભગવાન વિષ્ણુ સમક્ષ બ્રહ્માના સૂરમા સૂર પુરાવ્યો. વિષ્ણુએ કેતકીના કહેવાથી એ વાત સ્વીકારી લીધી અને પોતાની હાર કબૂલી લીધી.

એવામાં ભગવાન શિવ સ્વયં ત્યાં પ્રગટ થયા. તેઓ સર્વ હક્કીત જાણતા હતા.

મોટાઈ મેળવવાના મોહમાં સૃષ્ટિસર્જક બ્રહ્મા અસત્યનો આશરો લઈ કપટ કરે તેમ શિવ સ્વપ્ને પણ વિચારી શકતા નહોતા. એટલે તેમણે બ્રહ્માને શિક્ષા કરવાનું વિચાર્યું. બીજી બાજુ શિવને વિષ્ણુનું ભોળપણ જોઈ હસવું પણ આવ્યું.

છેવટે શિવે બ્રહ્માના ગર્વનું ખંડન કરવા માટે સ્વભૃકુટીમાંથી ભમરમાંથી કાળભૈરવ નામનો મહાપુરુષ ઉત્પન્ન કર્યો.

રુદ્રના અવતાર સમા મહાપુરુષ કાળભૈરવને જોઈ બ્રહ્મા ભયભીત બની ગયા. અને પોતાના પાપના પ્રાયશ્ચિત માટે તેઓ કાળભૈરવના પગમાં પડયા. બ્રહ્માની આવી સ્થિતિ જોઈ ભગવાન વિષ્ણુએ તેમને ક્ષમા આપવા માટે શિવને વિનંતી કરી. શિવે એ વાત સ્વીકારી કાળભૈરવને નિવૃત્ત કર્યો. તેમજ બ્રહ્માને પૂજા સત્કાર અને સ્થાનરહિત બનવાનો શાપ આપ્યો.

તદુપરાંત બ્રહ્માના એ અસત્ય કાર્યમાં સહાયક બનવા બદલ કેતકીપુષ્યને પૂજામાં સ્થાન ન આપવાનો પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. છેવટે દેવોએ કાળભૈરવ અને ભગવાન શિવનો જ્યઘોષ કર્યો. શિવના અંશાવતાર એવા કાળભૈરવ સૌના આરાધ્યદેવ- રક્ષકદેવ ગણાય છે. તેઓ 'ક્ષેત્રપાલ' તરીકે પણ ઓળખાય છે.

જેમ હનુમાનજી સિંદૂરના અભિષેકથી પ્રસન્ન થાય છે. તેમ કાળભૈરવ પણ સિંદૂર પ્રિય દેવ છે. તેમની પૂજા- ઉપાસનાથી પાપકર્મમાંથી મુક્તિ મળે છે. ભૂત-પ્રેત વગેરેનો ભય દૂર થાય છે. કહેવાય છે કે એકચિત્તે ભૈરવચાલીસાનો પાઠ કરવાથી ભક્તની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કાશીમાં ગંગાઘાટ પર આવેલું એક તીર્થ- 'કાળભૈરવ તીર્થ' તરીકે ઓળખાય છે. અહીં પ્રતિવર્ષ કારતક વદ સાતમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક કાળભૈરવની પૂજા- ઉપાસના કરી જીવનશ્રેય મેળવે છે.

હાથમાં ત્રિશૂળ, ટંક, પાશ અને દંડને ધારણ કરનારા, શ્યામ દેહવાળા, સર્વના આદિદેવ, ભયંકર પરાક્રમવાળા, અધર્મનો નાશ કરનારા, કર્મબંધનથી છોડાવનારા, કલ્યાણ કરનારા, શોક, મોહ, લોભ, ક્રોધ, દીનતા અને તાપનો નાશ કરનારા, કાશીનગરીના અધિપતિ કાળભૈરવ દેવનો કોટિ કોટિ વંદન.

- કનૈયાલાલ રાવલ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments