Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''ઇર્ષા ઉદ્ભવે તો ઇશ્વરને યાદ કરો''

મનુષ્યના જીવનમાં ક્રોધ, ઇર્ષા, દ્વેષ ભર્યુ વર્તન, ગર્વ અભિમાન, પોતાની જ પ્રતિભાનાં વખાણ કરવાં અન્ય કોઈની આગળ પોતાના જીવનનો વૃતાંત સંભળાવી દેવો. બીજા વ્યકિતની ઉપેક્ષા કરવી, ઉતારી પાડવો તેનામાં રહેલા નૈતિક ગુણો આદર્શોને હડધૂત કરી દેવા વગેરે અશોભનીય ગણાય.

માનવ સમુદાય પોતાના સ્વાર્થ કાજે દિશા શૂન્ય બની રહે છે, જેથી જીવનનું સરવૈયું કે ઉદ્દેશ્ય સમજી શકતો નથી. જીવનમાં આધ્યાત્મિક, ધાર્મિક જ્ઞાાન ઉજાસ પથરાય તે જરુરી છે. સાત્વિક વિચારો, આદર્શ પુરુષોના જીવન ચરિત્રનું એનાલિસીસ થવું જોઈએ.

માનવ માત્રને કોઈને કોઈ પ્રકારે વ્યકિત, વસ્તુ કે સ્થળ, પ્રાણી, પક્ષીમાંથી પ્રેરણા કે ઉત્તમ પ્રકારનું જ્ઞાાન, પ્રેરણા સબક મળી રહેતો હોય છે. વર્તમાન સંજોગોમાં ભાગ દોડ ભરી જીંદગીમાં સાતત્ય, ઉદૃેશ્ય જીવનનો શું હોવો જોઈએ ? તે બાબતે અજાણ રહેતો હોય છે.

સુખ સાહયબીઓ, ગાડી બંગલો, નોકર-ચાકર, બેંક બેલેન્સ વગેરેથી માલેતુજાર હોવું જોઈએ. ભલેને શિક્ષણ, સંસ્કાર, વિનય વિવેકમાં શૂન્ય હોઈએ. દેખા-દેખી કે, નકલ કરવા વાળી જીંદગી તો નાસીપાસ કે નિરાશાઓમાં ધકેલી દે છે.

મનુષ્યના જીવનમાં ક્રોધ, ઇર્ષા, દ્વેષ ભર્યુ વર્તન, ગર્વ અભિમાન, પોતાની જ પ્રતિભાનાં વખાણ કરવાં અન્ય કોઈની આગળ પોતાના જીવનનો વૃતાંત સંભળાવી દેવો. બીજા વ્યકિતની ઉપેક્ષા કરવી, ઉતારી પાડવો તેનામાં રહેલા નૈતિક ગુણો આદર્શોને હડધૂત કરી દેવા વગેરે અશોભનીય ગણાય.
ઇશ્વરે જીવસૃષ્ટિની રચના કરી છે, તે અભિનંદન પણ.. એમાં ભારોભાર દુર્ગુણો મનુષ્યે પોતાના માંહયલામાં જ સંતાડી રાખ્યા છે.

તેમાં સમજ કેળવાય ત્યારે સારું વર્તન કરી, લેવું જ્યારે નિષ્ફળ કે નાસીપાસ થઈએ ત્યારે કામ- મહેનતના પ્રમાણમાં થયું છે કે કેમ ? તેનો હિસાબ રાખી વર્તન કરીએ, તો જીવન શ્રેષ્ઠ બની જાય છે. જીવન તો કોઈ નિત્ય માને છે કોઈ અનિત્ય માને છે.

આંટી ઘૂટી વાળા જીવનમાં સાચા માર્ગે ચાલશો તો ઉકેલ મળશે. જ્યારે ચારેબાજુએથી વાણી, વર્તન, અજુગતું કાર્ય કર્યું હોય તો જીવન મકસદ સમજાતું નથી. પરમ કૃપાળુ પરમાત્મા દરેક ભાવિક, સાત્વિક, ધાર્મિક માણસોની દેખભાળ રાખતો હોય છે. જરુર છે, માત્ર પરસ્પર માનવ સમુદાયમાં શ્રેષ્ઠત્તમ બની રહે તેવું વર્તન કે આદર્શ હોવો જોઈએ. જીવસૃષ્ટિ, કામ, ક્રોધ, લોભ અને મોહના ચાર પાયા પર ચાલે છે.

જેમાં અવિચળ રહી શક્તો નથી. માંહયલામાં ઉદિત થતી વાસનાઓ ઇર્ષા અદેખાઈ, દંભ વગેરેનો ઇસ્તેમાલ કરીને પોતાનું લક્ષ ધ્યેય હાસિલ કરી શક્તો નથી.

જીવનમાં અભિમાન આવે તો આપણી ભૂતકાળની જીંદગીને જોઈ લેજો. યા ગરીબ માણસની પરિસ્થિતિમાંથી કંઈક શીખી લેજો. ઇર્ષા ઉદ્ભવે તો ઇશ્વરને યાદ કરી લેજો, જીવન તમારું હળવું ફૂલ જેવું થઈ જશે. ઇર્ષા, દ્વેષ, અદેખાઈ વગેરેમાં માનવ- માનવ વચ્ચે સુખ, દુ:ખ, ભાવ- અભાવ, કુદરતી રીતે ઉદિત થતા હોય છે.

પણ આ દુર્ગુણ કે અઇચ્છનીય વર્તાવ ન થાય જો આપણા થકી કોઈના પ્રત્યે કુભાવ ઇર્ષા જન્મી તો ક્ષમા યાચના, શરણાગત ભાવને મનોમન સમજી લેજો.
વર્તમાન સંજોગોમાં દેખા- દેખીમાંથી ઇર્ષાનો ઉદય થાય છે.

જેના કારણે મનુષ્ય દુ:ખ ભોગવે છે. સમગ્ર જગતમાં આધ્યાત્મિક ઉર્જા, તરવરાટ રહે તે માટે માનવ જો ઇશ્વરમાં શ્રધ્ધા વિશ્વાસ પ્રગટ કરે તો ચોક્કસથી ઇશ્વરનાં દર્શન થશે શબરી ઘોર જંગલમાં શબરીને ભગવાન શ્રીરામ મળ્યા, ભક્ત પ્રહલાદને ધગ-ધગતા લોખંડના લાલચોળ થાંભલામાં ઇશ્વર શ્રી હરિ મળ્યા. મીરાબાઈને પણ ઝેર ના પ્યાલામાં અમૃતના રૃપે મળ્યા. જેમાં સુંદર ભાવ વિભોર શ્રધ્ધાબળે ઇશ્વરનાં દર્શન થતાં હોય છે.

- પરેશ જે. પુરોહિત
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments