Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય સંસ્કૃતિની પવિત્ર પરંપરા

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. અદ્યતન માહિતી મુજબ સમગ્ર વિશ્વના નાના મોટા મળી કુલ ૨૪૯ બસો ઓગણયચાસ દેશો છે તેમાં માત્રને માત્ર એક આપણા દેશને જ 'ભારતમાતા' કહેવાય છે, મા તુઝે સલામ. વંદે માતરમ્. આ એક જ એવો દેશ છે

જ્યાં ભારતીય નારી હોંશે હોંશે મંગળસૂત્ર ધારણ કરે છે, પતિના આયુષ્ય માટે એ કડવાચોથ અને વટસાવિત્રી વ્રત કરે છે. એ સુહાગન લલાટે ચાંલ્લોને સેંથીમાં સિંદુર ધારણ કરે છે.

એ લગ્નમંડપમાં સપ્તપદી સાથે સાત ફેરાફરી ખરા અર્થમાં અર્ધાંગિની પ્રભુસાક્ષીએ બને છે અને જીવનભર એ પતિને વફાદાર રહે છે - ભારતીય નારીને પ્રણામ- વંદન.

યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા : નારી તું નારાયણી. સવારે વહેલા ઊઠી સંતાનો અહીં મા-બાપને પગે લાગે છે, મંદિરે દર્શન કરી પછી જ રોજીંદા કામ શરૃ કરે છે. ગૃહિણી ઘર માટે રસોઈ બનાવે ત્યારે પહેલી રોટલી ગાય માટે જુદી કાઢે છે.

જે કંઈ રસોઈ બનાવે તે ભગવાનને એ ધરાવે પછી જ જમે છે. કોઈ ભૂખ્યા જન આવે તો ''અતિથિ દેવો ભવ''- ગણી એને ય એ પ્રેમથી જમાડે છે ''ઇટ હેપન્સ ઇન ઇન્ડિયા ઓન્લી.'' જગતભરમાં એક માત્ર ''શ્રી ભગવદ્ગીતા'' ધર્મગ્રંથની જન્મજંયતી ઉજવાય છે અને ઘેર ઘેર પૂજા થાય છે. જય શ્રીકૃષ્ણ.

બેસતા વર્ષે સૌ એકબીજાને ઘેર મ્હોં મીઠું કરવા જાય છે. અહીં બેનડી રક્ષાબંધને ભાઈને રાખડી બાંધે છે. દરેક ઘરના આંગણે તમને અહીં તુલસીક્યારો જોવા મળશે જ્યાં ગૃહિણી દીપક મૂકી પૂજા કરે છે. મોહનપ્યારો રાજીરાજી.

ચારધામની યાત્રા, અન્નક્ષેત્ર, ચૌલકર્મ, સીમંત, જપમાળા, શ્રાદ્ધ, વાસ્તુપૂજન, સત્યનારાયણની કથા- ભારત સિવાય બીજા કોઈ દેશમાં બતાવો તો ખરા ! પરદેશમાં ક્યાંય પણ આવા તહેવાર જોવા મળે તો સો ટકા આંખો મીંચીને કહી દેજો કે એ આપણો ભારતીય જ હશે !! ભારતમાતાકી જ્ય.

પીપળાની અહીં પૂજા થાય, આસોપાલવનાં તોરણો બંધાય, તુલસીવિવાહ થાય, બીલીપત્ર ચઢાવાય, કેળનો મંડપ થાય- વાહભાઇ વાહ અહીં તો વૃક્ષો પણ માનપાન પામે - બીજે ક્યાંય આવું જોવા મળે ખરું કે ? આવી તો અસંખ્ય બાબતો છે

જેનું માત્ર આચમન થાય. આવો આપણા હિદું ધર્મની અને ભારતીય સંસ્કૃતિની ભાતીગળ બાબતો- પરંપરાઓનું એક સંક્ષિપ્ત વિહંગાવલોકન કરી અભિભૂત બનીએ. જ્યહિંદ
હિંદુ ધર્મ  અને ભારતીય સંસ્કૃતિની પરંપરા :

૧. અન્નદાન

૨. અન્નક્ષેત્ર

૩. કંઠી- માળા- જનોઈ

૪. ગૌગ્રાસ

૫. ગૌદાન

૬. ગૌરીપૂજા

૭. ગંગાસ્નાન

૮. નાગપૂજા

૯. ચૂડી- ચાંદલો- સિંદૂર

૧૦. જ્યા પાર્વતી વ્રત

૧૧. ચાર ધામ યાત્રા

૧૨. પિતૃ તર્પણ- શ્રાદ્ધ

૧૩. તિલક

૧૪. તીર્થયાત્રા

૧૫. તુલસીપૂજા

૧૬. કન્યાદાન- કરિયાવર

૧૭. નૈવેધ

૧૮. નવરાત્રિ- ગરબા

૧૯. પૂજા- આરતી

૨૦. પીપળે પાણી

૨૧. ભૂમિપૂજન- વાસ્તુ

૨૨. મંદિર દર્શન

૨૩. મંગળ સૂત્ર

૨૪. યજ્ઞા- યજ્ઞાોપવિત

૨૫. રક્ષાબંધન

૨૬. વડ પૂજા

૨૭. તુલસી વિવાહ

૨૮. સપ્તપદી

૨૯. સંધ્યા

૩૦. સૂર્યને અધ્યે

૩૧. સૂતક

૩૨. હોળી- ધૂળેટી

૩૩. દશેરા- રાવણદહન

૩૪. લક્ષ્મીપૂજા- ચોપડાપૂજન

૩૫. દિવાળી

૩૬. બેસતું વર્ષ

૩૭. ભાઈબીજ

૩૮. રથયાત્રા

૩૯. સત્યનારાયણ કથા

૪૦. કુંભમેળો

૪૧. તરણેતર મેળો

૪૨. સીમંત

૪૩. સોળ સંસ્કાર

૪૪. પ્રાણપ્રતિષ્ઠા

૪૫. જન્મ કુંડળી

૪૬. ભાગવત કથા

૪૭. વટ સાવિત્રી વ્રત

૪૮. ઉપવાસ

૪૯. અતિથિ સત્કાર

૫૦. શિવરાત્રિ

૫૧. જન્માષ્ટમી

૫૨. ગીતાજંયતી

૫૩. અગ્નિ સંસ્કાર

૫૪. અસ્થિવિસર્જન
- પી.એમ.પરમાર
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments