Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીવનમાં કલ્યાણનાં માર્ગ પર ચાલો

આ પણને સોને સવાલ થાય કે આ વળી કલ્યાણનો માર્ગ એટલે શું ? કલ્યાણનો માર્ગ એટલે જીવનના સત્યની શોધનો આંતરિક સાધનાનો આધ્યાત્મિક માર્ગ, આ માર્ગ દ્વારા આત્મ જાગૃતિમાં પ્રસ્થાપિત, આત્મસ્થ થવાનો અને આત્મ જ્ઞાાન પ્રાપ્ત કરવાનો સત્ય રૃપ, આધ્યાત્મિક માર્ગ, આ જગતમાં આવા સત્યના આધ્યાત્મિક માર્ગે ચાલનારનો કદી પણ વિનીપાત થતો જ નથી,

અને આવાં આધ્યાત્મિક કલ્યાણના માર્ગ પર ચાલનારાની કદી પણ દુર્ગતિ થતી જ નથી, આ વસ્તુ જ આપણા સમગ્ર જીવનને નવપલ્લવિત કરે છે. પ્રફુલ્લિત રાખે છે, અને આંતરિક રીતે તાકાતવાન સત્યરૃપી શ્રધ્ધાવાન બનાવે છે, આત્મ જ્ઞાાનમાં સ્થિર કરે છે, આ તેનો અતિ મહત્વનો ફાયદો છે, જે પરમ શાંતિ અને સુખ પ્રદાન કરે છે, આ અદભુત અને અલૌેકિક પ્રાપ્તિ છે,

આપણા સમગ્ર જીવન વૃતાતમાં સત્યરૃપ બની, સ્વાર્થ, લોભ અને મોહ રહિત થઈ, શુભ અને સત્ય રૃપ ઇરાદાથી, સત્યરૃપી આંતરિક ભાવ સાથે કરેલું કોઈ પણ કૃત્ય અને કર્મ આપણા મનને શાંતિ અને આનંદ પ્રદાન કરે છે, અને ઘણું ખરું તે કૃત્ય અને કર્મ પાર પણ પડે જ છે, અને કદાચ પાર ન પણ પડે તો પણ તે કર્મ કે કૃત્ય નુકસાન તો કરતુ જ નથી.

જયારે આપણે નિષ્કામ ભાવે ફળની આશા, અપેક્ષા, તૃષ્ણા, લોભ વગેરેને અંતરથી અંતરની શુદ્ધ સત્ય રૃપ શ્રધ્ધા સાથે જાગૃતિ પૂર્વક શુદ્ધ મન અને શુદ્ધ બુધ્ધિથી કોઈ પણ પ્રકારનું કર્મ અને કૃત્ય સહજ રીતે આપણા પોતાના સત્યને સાથે રાખીને કરીએ છીએ, ત્યારે હંમેશા કોઈક અજાણી દીશામાંથી કોઈક પ્રકારની આંતરિક મદદ મળી જ રહેતી હોય છે, જે કર્મ સફળ કરવામાં મદદગાર થતિ હોય છે, આવી મદદ સત્ય તરફથી જ મળતી હોય છે, પણ આપણે તેને ગણકારતા નથી, કે તે બાબતે ગંભીરતા પૂર્વક વિચારતા પણ નથી,

કારણકે આપણો અહંકાર એટલો બધો ઘટટ હોય છે, જેથી આવા મુદ્દા પર વિચારવાનું મુનાસિફ પણ માનતા નથી, ને બધું જ આપણી પોતાની તાકાતથી જ થયું છે, આપણી બુધ્ધિથી થયું છે, એમ માનીને ચાલીયે છીએ, ને ગર્વ કરતા હોઈએ છીએ, પણ ખરેખર એવું કદી હોતું નથી, અને શક્ય પણ નથી, આપણે આવી મદદને ગણતા પણ નથી તે આજની હકીકત છે, આવી સ્પષ્ટ આંતરિક સત્યની મદદની પ્રતીતિ થતી હોવા છતાં,

પણ માણસ પરમાત્માનું અહેસાન સ્વીકારતો કે અહોભાવ અંતરથી વ્યકત કરતો નથી, અને સરળ સહજ અને સત્યરૃપ થતો નથી, અને પોતાના અહંકારમાં જ જીવ્યે જાય છે, તેને કારણે જ માણસ અસત્યના માર્ગ પર ચાલવા અવઢવ થતો હોય છે, અને પોતાના અહંકારને કારણે જ અસત્ય માર્ગને વહાલોં ગણે છે, લાગે છે, તેથી તેને જ અનુસરે છે,  ને શાંતિ ને પ્રસન્નતા ખોવે છે.

આપણે આપણી શુધ્ધ બુધ્ધિ અને શુધ્ધ મનથી વાસ્તવમાં આવા બાહ્ય પ્રગતી મેળવેલા માણસનાં જીવનની અંદરની ગુણવત્તા, શાંતિ, સુખ, આનંદ, સંતોષ, પ્રસન્નતા વગેરેની પ્રાપ્તિનાં સ્કેલમાપથી તપાસીએ તો તરત જ જણાશે અને સમજાશે કે આવા માણસે ગઢ આલા પણ સિંહ ગેલા જેવી સ્થિતિ પ્રાપ્ત કરી હોય છે, એટલે કે બહાર દેખાતી સફળતાની મોટી કીમત અંદરના જીવનના સત્યને ખતમ કરી નાખતી હોય છે, અને આવા માણસે તે કરી જ નાખ્યું હોય છે, જેની આપણને કે જગતને તેના આંતરિક જગતનો ખ્યાલ જ હોતો જ નથી,

કારણકે તે માપવાનું કોઈ યંત્ર જગતમાં શોધાયું નથી, અને બાહ્ય પ્રગતી એ કોઈ પ્રગતી પણ નથી, જીવનમાં દુર્ગતીનો અર્થ એ છે, કે જીવનમાં સફળતા પણ અંતે કષ્ટદાયક અને દુ:ખનું નિમિત્ત બનીને ખતમ થાય છે, અને સદ્દગતી અર્થ એ છે કે બાહ્ય રૃપે કહેવાતી નિષ્ફળતા અંતે પરમ સંતોષ અને પરમ શાંતિમાં પરિણમે તેજ સત્યરૃપ જીવનની સાર્થકતા છે, કલ્યાણ માર્ગના પ્રવાસીએ બહારની નિષ્ફળતાને વહાલથી ભેટવાની શુદ્ધ અંતરથી તૈયારી રાખવી જોઈએ,

આ જગત જેને નિષ્ફળતા માને છે, તે ખરેખર નિષ્ફળતા નથી, આ વસ્તુ નક્કી કરવા માટે આપણા પોતાના અસ્તિત્વને આપણે કેટલાં ઊંડાણથી પામવા મથીએ છીએ, એના પર જ આપણી સફળતાનો આખો આધાર છે, આજે  તો સાવ જ ક્ષુલ્લક સફળતાને જગત સફળતા માને છે, બેંક બેલેન્સ વધતું રહે અને જીવનનું સત્ય અને સત્વ ધટતું રહે તેને પ્રગતી માને છે, ખરેખર પ્રગતી નથી પણ અધોગતિ છે કારણકે ત્યાં શાંતિ નથી, પ્રસન્નતા નથી માટે.

- તત્વચિંતક પટેલ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments