સદ્ગુરૃ સંત રોહિદાસ જીવન જયોત
- મહાસુદ પૂનમ-
સંત રોહિદાસ જન્મ જયંતિ
મધ્યકાલિન યુગમાં જે સંતો, કવિઓ, સાહિત્યકારો અને સમાજ સુધારકો થયા તેઓએ સમાજમાં સારા સુધારા કર્યા હતા. તે સમયમાં સંત કવિઓમાં સંત રોહિદાસ અને સંત કબીરનું નામ ખુબ જાણીતું છે. સંત પરંપરામાં કર્મયોગી સંત કવિ સદ્ગુરૃ રોહિદાસની કથા એક અનોખા ઉદાહરણ સ્વરૃપ છે.
મહાત્મા ગુરૃ રોહિદાસનો જન્મ ઇ.સ.૧૩૭૬ વિ.સં. ૧૪૩૩ના મહાસુદ પુનમને રવિવારે (માઘી પુનમ) કાશી નગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ રવિવારે થયો હોવાથી તેમના માતા-પિતાએ તેમનું નામ રવિ રાખ્યું હતું.
બાદ તેઓ રવિદાસ, રૈદાસ, અને રોહિદાસના નામે ઓળખાયા. તેમણે બાપદાદાનો વારસાગત ધંધો અપનાવ્યો. તેઓ ચામડામાંથી પગરખાં બનાવવાનું કાર્ય કરતા હતા. એક દિવસ સ્વામી રામાનંદજી તેમના ગામમાં આવ્યા ત્યારે રોહિદાસે પોતાના હાથે બનાવેલ સુંદર મોજડી રામાનંદ સ્વામીને ભેટ આપી હતી. રામાનંદ સ્વામીજીએ ભેટ સ્વીકારી પરંતુ તેઓ ત્યારે આ ઉચ્ચ આત્માને ઓળખી ગયા હતા.
તેમણે રવિના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા કે બેટા તુ પ્રભુનો દાસ છે એટલે તારૃં નામ રોહિદાસ. તુ તારા આ કામ સાથે પ્રભુભક્તિ કરજે. તું સંત રવિદાસથી પ્રખ્યાત થઈશ. તારૃં કલ્યાણ થશે. રોહિદાસે ત્યારથી જ રામાનંદ સ્વામીને ગુરૃ તરીકે સ્વીકારી લીધા હતા. ગુરૃના આદેશ મુજબ તેમણે વ્યવસાય સાથે પ્રભુભક્તિનો માર્ગ અપનાવ્યો. તેમનું લગ્ન લોના નામની કન્યા સાથે થયું હતું.
બાર વર્ષની ઉંમરે તેમણે ભક્તિનો મર્મ અને પ્રકાર જાણી લીધા હતા. સોળ વર્ષની ઉંમરે તેમણે માતાપિતાનો ભ્રમ અને સંશય મટાડયો હતો. તે સમયે છૂતઅછૂત અને અશ્પૃશ્યતાનું પ્રમાણ વધુ હતું. કાશી નગરમાં ગંગાસ્નાન માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માટે અલગ ઘાટ હતો અને શુદ્રો માટે અલગ ઘાટ હતો. આ જોઈ રોહિદાસે બ્રાહ્મણોના ઘાટ પર જઈને સૌને સમજાવ્યું કે ગંગાનું પાણી એક જ છે. આપણો આત્મા, શરીર, લોહીનો રંગ સરખો છે.
પછી ઉંચનીચનો ભેદ શા માટે ? સૂતરની જનોઈ ધારણ કરવાથી બ્રાહ્મણ કહેવાતો નથી પણ જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ કહેવાય છે. દરેક બ્રાહ્મણ જન્મ થયા પછી યજ્ઞાોપવિત થયા બાદ જનોઈ ધારણ કરે છે. પછી તે જનોઇધારી બ્રાહ્મણ કહેવાય છે. હું શરીરની અંદર જનોઈધારી છું.
સર્વત્ર પ્રસિધ્ધી જાણીને સંતકબીર, ગોરખનાથ અને મુસ્લિમ સંત સદના કસાઈ રોહિદાસની પરીક્ષા લેવા માટે ગયા. સતસંગની ચર્ચા થઈ. ધાર્મિક પ્રશ્નોની આપ લે થઈ. સૌને ધર્મ ચર્ચા ગમી. સંત કબીર અને જતી ગોરખનાથે રોહિદાસને સંત શિરોમણી કહીને બિરદાવ્યા પરંતુ સદના કસાઈને ગમ્યું નહિ.
તેણે દિલ્હી જઇને બાદશાહ લોઢી સિકંદરને કહ્યું કે કાશીમાં એક ભગત હિન્દુ ધર્મને પ્રથમ ગણે છે પછી ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. આ જાણીને દિલ્હીના બાદશાહ ગુસ્સે થયા. અને રોહિદાસને કારાવાસમાં પૂરી દીધા. પરંતુ કુદરતી ચમત્કાર થતાં બાદશાહ રોહિદાસના પ્રથમ શિષ્ય બન્યા.
રાણાજીની કપરી કસોટીમાંથી પસાર થઈને મીરાંબાઈ રોહિદાસના પરમ શિષ્ય બન્યા હતા. ચિતોડના મહારાણી ઝાલીબાઈએ હજારો બ્રાહ્મણો વિદ્વાનો અને પંડિતો સમક્ષ સંત રોહિદાસને ગુરૃપદ આપીને ગુરૃજ્ઞાાન લીધું હતું. તે સમયે ઘણા રાજકુમાર તથા અન્ય સમાજના લોકો તેમના શિષ્ય બન્યા હતા. ગંગા મૈયાએ એક ટકો અને નારીયેર સ્વીકારીને બદલામાં હીરાજડિત કંગન મોકલ્યું હતું. આ પ્રસંગ ખૂબ પ્રચલિત છે. પથ્થરના સાલિગ્રામને ગંગામૈયાના નીરમાં તરતા મૂકનાર સંતરોહિદાસ શ્રધ્ધા અને વિશ્વાસના પ્રખર પૂજારી હતા.
ધર્મપ્રચાર અને જ્ઞાાન પ્રચાર કરીને તેમણે પોતાની ફરજ અને કાર્યપૂર્ણ કરી લોકોને સદમાર્ગ બતાવીને કાર્ય પુરૃં કર્યું. પોતાના પ્રયાણના દિવસો નજીક આવતા સંત રોહિદાસે ગંગાજીના પવિત્ર કિનારે સમાધિ લીધી.
- ભગુભાઈ ભીમડા
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News