Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'રત્નકર્ણિકાઓ'

- મારી પાસે એક દીવો છે જે મને રાહ દેખાડે છે અને તે છે મારો અનુભવ- પેટ્રિક હેનરી

- અહંકાર રૃપી વાદળાં ખસી જશે તો ચૈતન્ય રૃપી સૂર્યનાં દર્શન થશે. યોગ વાસિષ્ટ

- મને અભિમાન નથી એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી. અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે. વિનોબા ભાવે.

- જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ-પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પગ મૂક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઈ જશે.- સ્વામી વિવેકાનંદ

- જેણે અભિમાન કર્યું તેનું પતન નિશ્ચિત માનવું. - મહર્ષિ દયાનંદ

- નાખુશી વગર સત્ય બોલો. એમ કરવું અણ ગમતું હોય તો મૌન ધરો. પરંતુ પ્રિય લાગે તેવાં જૂઠાણાં ન બોલો- મનુ.

'આપ ઓળખ વગર બધું નકામું અથવા 'તાનસેન'

તાનસેન ભારે ગવૈયો હતો. અકબર- તાનસેનની જોડી અનુપમ હતી. અકબર બાદશાહ ગુણ ચુંબક બાદશાહ હતો. જ્યાં જયાં સર્વોત્તમ જુએ એનો સંઘરો અને સાચવણ કરતો.

એકવાર અકબરે તાનસેનને પૂછયું,'તાનસેન તું ઘણું સરસ ગાઈ- વગાડી જાણે છે. પણ કોણ જાણે કેમ તારા ગુરુ હરિદાસનું સંગીત પૃથ્વી પરનાં તમામ પારાબંધો છોડી સુણનારને ક્યાંક ઉપર લઈ જઇ શકે છે, તેવું તારું સંગીત નથી તારા સંગીતમાં પૃથ્વીનો ઉઘાડ થાય છે પણ આકાશ થોડું છેટું રહી જાય છે.

તાનસેન પણ માત્ર ગવૈયો ન હતો. એણે પણ જીવનમાં સંગીતની સાધનાને ઉપાસના રૃપે અપનાવી હતી એ પોતાની ખૂબી-ખામીઓ બંનેને જાણવો. સમજતો હતો. એણે બાદશાહને નમ્રતા પૂર્વક જવાબ આપ્યો,'જહાંપનાહ, ફરક હોય જ, કારણકે હું પૃથ્વીના સમ્રાટ માટે ગાઉં છું, જ્યારે મારા ગુરુ હરિદાસ સમ્રાટોનાથ જે સમ્રાટ (મહાસમ્રાટ) છે તેમના માટે ગાય છે.

'ત્યાગનો વિરલ પ્રકાશ'

મુનિ શ્રી કપીલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ.

કૌશાંબી નગરીના રાજયશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ લાડકોડમાં ઉછરવાને લીધે કશું ભણ્યો નહિં. પિતાને સ્થાને આવેલા રાજયશાસ્ત્રીની પાલપ્તી ઘરની નજીકથી પસાર થતી જોઈને કપિલની માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડયા માતાના આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ ન કર્યો. પરંતુ સંસાર મંડાતા આજીવિકાનો આકરો પ્રશ્ન ઉભો થયો. એમાંય દાસીનો પ્રસૂતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૃર પડી.

 આ નગરીનો રાજા વહેલી સવારે એને ત્યાં આવનારને બે સુવર્ણ મુદ્રા આપતો તેથી ત્યાં વહેલો પહોંચવા મધરાતે કપિલ ઘરેથી નીકળ્યો. રસ્તામાં કોટવાળે ચોર સમજી પકડી લીધો. બીજે દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતાં પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું. તારે જોઈએ તે માંગ તને મળી જશે.'

બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું કપિલે બે સોનામહોરમાંથી એકસો સોનામહોર એમાંથી વળી કરોડ માંગવાનું વિચાર્યું. આ સમયે અચાનક વૃક્ષ પરથી ખરતાં જીર્ણ પાંદડાંને જોઈને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે.

બે સોનામહોરની જરૃર હતી એમાંથી છેક કરોડ સોનામહોર સુધી પહોંચી ગયો. રાજા એને કંઈક આપવા માગે છે તેનું રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે કૃતજ્ઞાતાને બદલે કેવી કૃતઘ્નતા ! મારે તો બે સોનામહોરની જરૃર છે. લાલચ તો લપસણી છે. યાચના કરનારના મોહને અક્કલ હોતી નથી. યાચનાનો કોઈ અંત કે છેડો હોતો નથી.

જીર્ણ પાંદડાએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણ ભંગુરતાનો સંકેત આપ્યો તેમણે મુનિવેશ ધારણ કરી લીધો પછી રાજા પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યા પણ તેઓ મેરૃપર્વતની જેમ અડ્ગ રહ્યા.

એકવાર મુનિ કપિલ શ્રાવત્સી નગરી પાસે ચોરપલ્લીમાં વિહાર કરતા હતા ત્યારે ચોરોના સરદાર ભલબદ્રે ગીત ગાવાનું કહ્યું ત્યારે તેમણે 'શ્રી ઉત્તરાધ્યાયન સૂત'ના આઠમા અધ્યાયની ગાથાઓ દ્રુપદ રાગમાં એવી હૃદય સ્પર્શિતાથી ગાઈ કે પાંચસો ચોરના હૃદયમાંથી મલિનતા ઓગળી ગઈ એમનામાં વૈરાગ્ય જાગ્યો એમણે કપિલ પાસે દીક્ષા ગ્રહણ કરી આવા મુનિરાજ કપિલ કેવલીનં નિર્વાણ પ્રાપ્ત થયું હતું આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિધ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઈ હોવાનો ઉલ્લેખ સાંપડે છે.

- શર્મિ એસ. સંઘવી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments