Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

જીવનને સતત સંતાપી રહેલ સાત ભયોનું નિવારણ કેવી રીતે કરી શકીશું ?

આ સાત ભયો સામેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં જ માણસનું જીવન પૂરું થઈ જાય છે અને તે જીવનના પરમ લક્ષ્યને ચૂકી જાય છે. માણસ ભય સામે ગમે તેટલી સુરક્ષા ગોઠવ્યા કરે પણ તે ક્યારેય પૂર્ણતયા સુરક્ષિત રહી શકે તેમ જ નથી.

જીવ માત્ર સામાન્ય રીતે ચાર સંજ્ઞાાઓ સાથે જન્મે છે. આ સંજ્ઞાાઓ છે : આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન. આપણે આ સંજ્ઞાાઓને મૌલિક વૃત્તિઓ પણ કહી શકીએ . જીવ પશુ હોય કે પંખી હોય, નાનો હોય કે મોટો હોય, તે આ સંજ્ઞાાઓને આધીન થઈને જીવનની શરૃઆત કરતો હોય છે. પરંતુ જે જીવોને મનનો સહયોગ મળ્યો હોય છે તેઓ વય વધતાં સંજ્ઞાાઓનું જીવન મર્યાદિત કરીને પોતાના ખ્યાલનું જીવન જીવવા માંડે છે. તેમનું જીવન એક રીતે પશુના જીવન જેવું બની રહે છે. માનવીના વિકાસની પ્રતીતિ તેની જન્મજાત સંજ્ઞાાઓના સંયમથી વર્તાય છે.

આ ચાર જન્મજાત સંજ્ઞાાઓમાં આહારની સંજ્ઞાાથી જીવનની શરૃઆત થાય છે, પણ આગળ વધતાં ભયની સંજ્ઞાા જીવનનું સંચાલક બળ બની રહે છે. ભય એ માનવીની અત્યંત પ્રબળ સંજ્ઞાા છે. માનવીની લગભગ બધી પ્રવૃતિઓના મૂળમાં એક કે બીજી રીતે ભય રહેલો હોય છે. માણસ માત્ર સાત પ્રકારના ભયનું જીવન એક કે બીજી રીતે જીવતો હોય છે. સાત ભયોનું વિષચક્ર છે જેમાં માણસ આખું જીવન ઘૂમ્યા કરતો રહે છે. એમ પણ કહી શકાય કે માણસ ભયમાં જન્મે છે, ભયમાં જીવે છે અને ભયમાં મરે છે.

માણસને જે સાત ભયો જીવનમાં સતાવતા રહે છે તેને આપણે આ રીતે ઓળખી શકીએ. આયુષ્યનો ભય, આજીવિકાનો ભય, આરોગ્યનો ભય. આ ત્રણ ભયો પ્રાથમિક સ્તરના છે. બીજા ચાર પ્રકારના ભયો થોડાક સુક્ષ્મ છે જે આપણને પ્રત્યક્ષ નથી લાગતા, પણ પરોક્ષ રીતે તેની અસર હેઠળ જ આપણે જીવનની દોડધામ કરતા રહીએ છીએ. આ ભયો છે. આ લોકનો ભય, પરલોકનો ભય, અપયશનો ભય અને છેલ્લો છે આદાનભય.

આ સાત ભયોને હવે આપણે જરા નિકટથી ઓળખીએ. આયુષ્ય કયારે પૂરું થઈ જશે તે વિશે કંઈ કહેવાય નહિ. માણસ સમજણમાં આવે ત્યારથી સતત મોતના ઓથાર નીચે જીવે છે. જન્મ્યા એટલે જીવન શરૃ થઈ જાય અને જીવવા માટે આવકનું ઉપાર્જન કરવું પડે. આ છે આજીવિકાનો ભય જે સૌને રહે છે. પરંતુ જે લોકો સુખી સંપન્ન પરિવારમાં જન્મ્યા હોય છે તેમને આ ભય એટલો સતાવતો નથી. ત્યાર પછી આવે છે આરોગ્યનો ભય. આરોગ્ય વિનાનું જીવન એ જીવન ન કહેવાય.

અરે, સુખ ભોગવવા માટે પણ આરોગ્ય જોઈએ. નિરોગી રહેવું પડે અને નિરોગી રહેવા ઉપચાર કરવા પડે. ઘણીવાર તો ઉપચારો કરવામાં આખું જીવન પુરું થઈ જાય છે. હવે આગળ વિચાર કરીએ. જીવન તો વગર માગે મળી જાય છે. પણ જીવવા માટે જરૃર પડે છે સંપતિની અને સંતતિની સબંધોની. આ બધું મેળવવાની અને સાચવવાની ચિંતા માણસને ઓછી નથી રહેતી. આ છે આલોકનો ભય. આલોક આવે એટલે પરલોકનો વિચાર આવ્યા વિના ન રહે.

અહીં તો મળ્યું પણ ત્યાં- પરલોકમાં શું મળશે- કેવું મળશે - કેવું મળશે તેનો ભય પણ માણસને હોય છે. પરલોકનો ભય ન હોય તો દેવ- મંદિરો અને મઠો માણસોથી આટલાં ઉભરાતાં ન રહે. હવે પછીના બે ભયો વધારે સૂક્ષ્મ છે. માણસને બધું મળે પણ ચાર જણ માનથી બોલાવનાર ન હોય તો તેને જીવન અધૂરું લાગે. સુખી થયેલો માણસ માન- મર્તબો ઝંખે છે અને તે સદા ટકી રહે તેમ ઇચ્છે છે. 

તેથી માણસને સતત અપયશનો ભય પીડતો રહે છે. અને છેલ્લે આવે છે આદાન ભય. તે વધારે સૂક્ષ્મ છે. જીવવા માટે જોઈએ ઘણું બધું. તેથી તે મેળવવા બધે હાથ લંબાવવો તો પડે. ભલે તે દેખાય નહિ. કંઈ માગીએ એટલે તે મળશે કે નહિ તેનો ભય- તે આદાન ભય. પછી તે પેટની ભૂખ હોય કે વોટની ભૂખ હોય. ભીખ એટલે ભીખ.

આ સાત ભયો સામેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં જ માણસનું જીવન પૂરું થઈ જાય છે અને તે જીવનના પરમ લક્ષ્યને ચૂકી જાય છે. માણસ ભય સામે ગમે તેટલી સુરક્ષા ગોઠવ્યા કરે પણ તે ક્યારેય પૂર્ણતયા સુરક્ષિત રહી શકે તેમ જ નથી. આ સંજોગોમાં તેણે આ ભયોના વિષચક્રમાંથી નીકળવાનો માર્ગ જ વિચારવો રહ્યો.

આ સાત ભયોથી મુક્ત થવા માટે વિવિધ માર્ગો છે પણ આપણે અહીં એક પાયાની વાત કરીને વિરમીશું આપણા સઘળાં ભયોના કેન્દ્રમાં શરીર છે. ભય શરીરને હોય છે. પણ તેનું સંવેદન શરીર વ્યાપી ચેતના કરે છે. બાકી ચેતનાને પરલોક સિવાયનો કોઈ ભય નથી, પણ દેહાધ્યાસને કારણે ચેતના બધા ભયો પોતાના ઉપર લઈ લે છે.

આ બધા ભયોમાંથી બચવાનો એક સચોટ ઉપાય છે બને તેટલું ચેતનાના સ્તરે જીવવાનો. તેનાથી છ ભયો તો સધાઈ જશે અને પરલોકનો ભય પણ ધીમે ધીમે સધાવા માંડશે. બાકી કોઈ પણ સુરક્ષા કવચ શરીરને બચાવી શકવાનું નથી. એકવાર ચેતના પોતાની પ્રતીતિ કરી લે છે કે તેનો આંશિક અનુભવ તેને થઈ જાય છે પછી સંસારનો કોઈ ભય તેને રહેતો નથી.
 

Post Comments