Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા - દેવેશ મહેતા

ગીતા, ભાગવત અને વિષ્ણુપુરાણ પર ટીકા લખનારા આચાર્ય શ્રીધર સ્વામી

શ્રીઘર સ્વામીએ શ્રીમદ્ ભગવદ્ગીતા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને વિષ્ણુપુરાણ પર અત્યંત વિદ્વત્તાપૂર્ણ ટીકાઓ લખી. એમની ટીકાઓમાં એમના જ્ઞાાન, ભક્તિ, ભગવત્પ્રીતિના ભરપૂર દર્શન થાય છે. શ્રીધર સ્વામીની ટીકાનો બધા સંપ્રદાયના લોકો આદર કરે છે.

આચાર્યશ્રી શ્રીધર સ્વામીના જન્મ દિવસ અને માતા-પિતા વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. એનું માનવામાં આવે છે કે તે ઇસ્વીસનની દસમી કે અગિયારમી સદીમાં જન્મ્યા હતા.

દક્ષિણ ભારતના એક નગરમાં ત્યાંના રાજા અને મંત્રી રાજમાર્ગ પર ચાલતા જઈ રહ્યા હતા. એમની વચ્ચે ભગવત્કૃપા પર વાતચીત થઈ રહી હતી. મંત્રી રાજાને કહી રહ્યા હતા- ' ભગવાનની ઉપાસનાથી એમની કૃપા પ્રાપ્ત કરી અયોગ્ય પણ યોગ્ય બની શકે છે, કુપાત્ર પણ સુપાત્ર બની શકે છે અને મૂર્ખ પણ વિદ્વાન થઈ જાય છે.' એને અદ્ભુત સંયોગો કહેવા કે કૃપાળુ ઇશ્વરની ઇચ્છા,

બરાબર એ જ સમયે એમણે એક મૂર્ખ બાળકને જોયો જે છીછરા અને કાણા પાત્રમાં તેલ લઈને જઈ રહ્યો હતો. છિદ્રમાંથી તેલ ટપકી જતું હતું અને ચાલવાથી છલકાઈ પણ જતું હતું. એ મંદ બુદ્ધિના બાળકને જોઈને રાજાએ મંત્રીને કહ્યું- ' શું આ બાળક પણ ભગવત્કૃપાથી બુદ્ધિમાન બની શકે છે ? મંત્રીએ પૂર્ણ- શ્રદ્ધા સાથે જવાબ આપ્યો- ' હા, કેમ નહીં. આ મૂર્ખ બાળક પણ મહા બુદ્ધિમાન બની શકે છે.

મંત્રીએ એ બાળક વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એના માતા-પિતા એની શૈશવાવસ્થામાં જ મરણ પામ્યા હતા. એના સગા-સંબંધીઓઓએ એના અભ્યાસ પરત્વે કોઈ ધ્યાન આપ્યું નહોતું. તે ખાસ કશું ભણ્યો જ નહોતો અને એનામાં સામાન્ય બુધ્ધિનો પણ અભાવ હતો. મંત્રીએ એને નૃસિંહ મંત્રની દીક્ષા અપાવી એમની આરાધનામાં સંલગ્ન કરી દીધો. બાળક નિષ્ઠાપૂર્વક ભગવાન નૃસિંહની આરાધનામાં લાગી ગયો. તે સ્તુતિ કરતો- 'વાગીશા યસ્યવદને લક્ષ્મીર્યસ્ય ચ વક્ષસિ । યસ્યાસ્તે હૃદયે સંવિત્ તં નૃસિંહમહં ભજે ।।

એ અનાથ બાળકની ભક્તિથી પ્રસન્ન થઈ. ભગવાન નૃસિંહે તેને દર્શન આપ્યા અને વરદાન આપ્યું- તેને વેદ, વેદાંગ, તત્વજ્ઞાાન અને શાસ્ત્રોનું પૂર્ણ જ્ઞાાન પ્રાપ્ત થશે. તારા હૃદયમાં સદૈવ મારી ભક્તિ નિવાસ કરશે. એ વરદાન પ્રાપ્ત થતાં જ એ બાળક અપાર બુધ્ધિમાન, વેદ-શાસ્ત્રોનો મહામનીષી બની ગયો. આ બાળક જ આગળ જતાં આચાર્યશ્રી શ્રીધર સ્વામી બન્યો. વિદ્વાનો એનું સન્માન કરવા લાગ્યા અને રાજા પણ એનો આદર- સત્કાર કરવા લાગ્યો.

શ્રીધર સ્વામીના લગ્ન થયા. થોડા સમય બાદ એમની પત્ની એક પુત્રને જન્મ આપી પરલોક સિધાવી નવજાત બાળકના પાલન-પોષણની જવાબદારી એમના માથે આવી. એક દિવસ એમના મનમાં વિચાર આવ્યો- મારા બાળકનુંં પાલન- પોષણ હું કરું છું એ મારું અજ્ઞાાન છે. જીવ એના કર્મથી જ જન્મ લે છે અને કર્મોનું જ ફળ ભોગવે છે. વિશ્વંભર ભગવાન જ કર્તાહર્તા અને પાલક-પોષક છે. તે બાળકને ભગવાનની કૃપા પર છોડી ભક્તિ કરવા ઘર છોડીને જવાની તૈયારી કરવા લાગ્યા. પુત્ર મોહે તેમને રોક્યા. ત્યાં એક ઘટના બની.

ઘરની છત પરથી પક્ષીનું એક ઇંડુ જમીન પર પડયું અને ફૂટી ગયું. ઇંડુ પાકી ગયું હતું. એમાંથી એક બચ્ચું નીકળ્યું અને એનું મો હલાવવા લાગયું. શ્રીઘર સ્વામીને લાગ્યું કે બચ્ચાને ભૂખ લાગી છે. જો એને હમણાં જ કંઈ ખાવાનું નહીં અપાય તો તે મરી જશે. એ જ સમયે એક નાનું પાંખવાળું જીવડું ઊડીને એ ફૂટેલા ઇંડાના રસ પર આવીને બેઠું અને તેની ચિકાશથી ત્યાં ચોટીં ગયું. પક્ષીનું બચ્ચું તેને ખાઈ ગયું. ભગવાનની આ લીલા નિહાળી શ્રીધર સ્વામી વિસ્મય પામ્યા. એમનામાં બળ આવ્યું અને પુત્રના પાલન-પોષણની જવાબદારી એક ઓળખીતાને સોંપી કાશી જઈ તપ અને આરાધનામાં નિમજ્જ થઈ ગયા.

શ્રીઘર સ્વામીએ શ્રીમદ્ ભગવદ્ગીતા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને વિષ્ણુપુરાણ પર અત્યંત વિદ્વત્તાપૂર્ણ ટીકાઓ લખી. એમની ટીકાઓમાં એમના જ્ઞાાન, ભક્તિ, ભગવત્પ્રીતિના ભરપૂર દર્શન થાય છે. શ્રીધર સ્વામીની ટીકાનો બધા સંપ્રદાયના લોકો આદર કરે છે.

શ્રીધર સ્વામીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની ટીકા લખી એ વાંચી કેટલાક લોકોએ વાંઘાવચકા કાઢી વિરોધ કર્યો. આ જોઈ એમણે વેણીમાધવજીના મંદિરમાં ભગવાનના સ્વરૃપની સામે એમનો ટીકા લખેલો ગ્રંથ મૂકી દીધો. ત્યાં અનેક સાધુ- સંતો- ભક્તો ઉપસ્થિત હતા. શ્રીધર સ્વામીએ એમના આરાધ્ય નૃસિંહ ભગવાનનું મનમાં સ્મરણ કર્યું.

બીજી જ પળે પોતાના પ્રિયભક્ત શ્રીધર સ્વામી સન્મુખ ભગવાન નૃસિંહે વેણી માધવ સ્વરૃપે પ્રકટ થઈ એ ગ્રંથ ઉઠાવી પોતાની છાતી સરસો ચાંપી દીધો. આ જોઈ વિરોધ કરનારાના મસ્તક શરમથી ઝૂકી ગયા અને એમની ક્ષમા માંગવા લાગ્યા. શ્રીમદ્ ભાગવતના રહસ્યને સમજવા આ 'શ્રીધરી ટીકા' ખૂબ ઉપયોગી બને છે.
 

Post Comments