Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાણી અને પાણી- ભગુભાઈ ભીમડા

વાણી માનવીના વ્યકિતત્વની આગવી છાપ છે. આંગણે આવેલ અતિથિને મીઠો આવકાર આપવો એ પ્રિય અને મધુરવાણી કહેવાય છે. ઘણાને સાંભળવા ગમે છે. ઘણા માણસોની કર્કશવાણીથી કંટાળી જવાય છે.

વાણી અને પાણીનો ખૂબ પ્રભાવ છે. શુધ્ધ અને નિર્મળ પાણી સૌને ગમે છે. મધુરવાણી, પ્રિયવાણી અને શુધ્ધવાણી સૌને ગમે છે. વાણી માનવીના વ્યકિતત્વની આગવી છાપ છે. આંગણે આવેલ અતિથિને મીઠો આવકાર આપવો એ પ્રિય અને મધુરવાણી કહેવાય છે. ઘણાને સાંભળવા ગમે છે. ઘણા માણસોની કર્કશવાણીથી કંટાળી જવાય છે. કોયલનો કંઠ ગમે છે. તેની વાણી કર્ણપ્રિય હોય છે. કાગડાને બોલતો જ ઉડાડવો પડે છે.

સુર્યોદય ટાણે ખુશનુમા વાતાવરણ હોય અને કોયલનો એકાદ ટહૂકો સંભળાય તો આપણું મન નાચી ઉઠે છે. વાણી વાણીમાં ફેર હોય છે. ઘણા આખાબોલા કહેવાય છે. તેમને શું બોલવું કે કોની સામે શું બોલવું તેનું જ્ઞાાન નથી હોતું પછી જ્યારે ખબર પડે છે ત્યારે વાણીનું પરિણામ આવી ગયું હોય છે.  આપણી વાણીનો ઉપયોગ સમય અને સંજોગો પ્રમાણે થવો જરૃરી છે. ત્યારે તેની અનુકૂળતા અને પ્રતિકૂળતા સમજાય છે. પાંડવોનો મહેલ જોવા માટે દુર્યોધન આવ્યો હતો.

ત્યાં બાંધકામ એવું હતું કે પાણીની જગ્યાએ પથ્થર દેખાય અને પથ્થરની જગ્યાએ પાણી દેખાય. દુર્યોધન પથ્થર જાણીને પાણીમાં પડી ગયો. ત્યારે દ્રોપદીએ કહ્યું કે ' આંધળાનો પુત્ર આંધળો. આ શબ્દોનો પ્રયોગ દ્રોપદી માટે ભયંકર સાબિત થયો. દુર્યોધને દ્રોપદીનું વસ્ત્રાહરણ કરીને પોતાનો ક્રોધ પૂરો કર્યો. શાસ્ત્રો પણ વાણીની સાક્ષી પૂરે છે.

'ભરતને ગાદી અને રામને વનવાસ'ને બદલે રામને ગાદી અને ભરતને વનવાસ કહ્યું હોત તો લંકા, રાવણ, વિભીષણ અને વાનરોથી આપણે વંચિત રહી જાત. રામસેવક હનુમાનજી જેવા પરાક્રમી, વીર અને ચિરંજીવીથી  આપણે અજાણ હોત પણ વાણીના માધ્યમથી મહાન વ્યકિતઓની ઓળખ થઈ. વાણી થકી ઝઘડા થાય, સમાધાન થાય અને સંયોગ વિયોગ પણ થાય છે.

વાણી અને પાણીની એ વિશેષતા છે કે વાણી દ્રારા બધું જ શક્ય બને છે. અસત્યને સત્ય બનાવે છે. સનાતન સત્યને પણ અસત્ય બનાવી દે છે. સત્ય સાબિત થતા સમયની રાહ જોવી પડે છે. પાણીથી કીચડ થાય છે. એ જ કીચડને પાણી સાફ કરે છે. પાણી વિના કીચડ ન થાય અને પાણી વિના કીચડ સાફ ન થાય. શુદ્ધવાણી, મધુરવાણી, પ્રિયવાણી માનવીની પ્રતિષ્ઠા ગુણો અને વ્યકિતત્વને તંદુરસ્ત રાખે છે.  શબ્દ કે વાણી ક્યારેય જીવનભર યાદ રહી જાય છે.

ઘણાએ વાણીદ્વારા રાજ છોડયા છે. (ભરથરી રાજા) ઘણાં શબ્દો દ્વારા મરી ગયા છે. (જેસલ તોરલ) ઘણાના શબ્દો દ્વારા વ્યવહાર સુધર્યા છે. શાસ્ત્રોનું રસપાન કરાવનાર કથાકાર કે સંતો લાખો માણસો ને એક મંડપ નીચે કલોકો સુધી એકચિત્તે, ધ્યાનમગ્ન બનાવે છે. આપણે આપણા કુટુંબના પાંચ માણસોને ભેગા કરી શક્તા નથી. આનુ કારણ વાણી છે. શબ્દો છે. સાચી સમજણ છે.

વાણી આપણા વિચારોમાંથી, સ્વભાવમાંથી અને આપણા માનસમાંથી ફલિત થતો સાર છે. ક્યારેક માહોલ અને સ્થળને અનુરૃપ વાણી બદલાય છે. છતા તેને કાબુમા રાખવા માટે સ્વભાવ અને વિચારો ખુબ જ કામ લાગે છે. વાણી અને પાણી જો શુધ્ધ હશે તો તે વ્યકિત તંદુરસ્ત હશે. સદાબહાર ખુશ મિજાજ હશે. ખરેખર માનવ જીવનમાં વાણી અને પાણીનું ખૂબ મહત્વ છે.
 

Post Comments