Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંસ્કારો અને સંસ્કૃતિનું જતન કરનાર - મંદિરો

આપણા અહો ભાગ્ય છે કે, આપણો જન્મ ભારત દેશમાં થયો છે. આપણને ભારતીય સંસ્કૃતિ સ્હેજે મળી છે. કેમ કે, જે દેશ માટે 'સાંસ્કૃતિક કુબેર' ની ઉપમા આપતા વિશ્વ ધરાતું નથી અને દેવો પણ જ્યાં જન્મ મેળવવા પરમાત્માને નિત્ય પ્રાર્થના કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ અતિ પ્રાચીનત્તમ સંસ્કૃતિ છે.

આપણે ભારતીય છે માટે આપણે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કહીએ છીએ એમ નહી. પરંતુ અમેરિકન લેખક માર્ક ટ્વેઇન પોતે કહે છે કે, 'ધર્મ અને સંસ્કૃતિમાં માત્ર ભારત જ લખપતિ છે. હકીકતે આપણે ખૂબ જ પાંગળા છીએ. સમૃદ્ધ છે- એક માત્ર ભારત. ભારત સમગ્ર વિશ્વનો એક ટૂંકસાર છે. જેને જોવાની માણસમાત્રને ઝંખના રહે,

અને તેની એક વખત માત્ર ઝાંખી કર્યા પછી, બાકીના આખા વિશ્વને નિહાળવાનું મળે તો પણ તે ઝાંખીને બરોબરીમાં આવી શકે નહી''.. આવું અજોડ છે આપણું ભારત. આપણી સંસ્કૃતિ, આપણાં સંસ્કારો અને આપણા મંદિરો. આજે આપણે અત્રે વાત કરીશું... હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિનું જતન કરનાર મંદિરોની. આ મંદિરોને લઈને આજેય બાળકો અને યુવાનોમાં સંસ્કારો સચવાઈ રહ્યા છે.

મંદિર વિનાના હિન્દુત્વની કે સનાતન ધર્મની કલ્પના અસંભવ છે. મંદિર હિન્દુત્વનું એક અભિન્ન અંગ છે. પરંતુ આજેય ઘણાય માણસો પૂછતા હોય છે કે, મંદિરો શા માટે છે ? મંદિરોથી શું લાભ થાય છે ? મંદિરો પાછળ આટલા બધા રુપિયા કેમ ખર્ચ કરવામાં આવે છે ? જો કે આનો જવાબ વાણી અને તર્કબુદ્ધની સીમાથી પેલે પારનો છે. પરંતુ માણસ મંદિરોમાંથી કાંઈ પામતો જ ન હોત તો હજારો વર્ષોથી મંદિરો શા માટે જનમેદનીથી છલકાતાં હોત ? મંદિરોમાંથી જો કાંઈ મળતું જ ન હોત તો માણસો ને નવાં નવાં મંદિરો કરવાની લગની શા માટે લાગી હોત ?

આજે આનંદની વાત છે કે, ભારતનું કોઈ રાજય, શહેર કે ગામ મંદિરથી બાકાત નથી. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી તો ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારો વિદેશની ભૂમિ ઉપર લ્હેરાવા માંડયા છે.

મંદિરોની સ્થાપના કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો પણ મહત્તમ રહ્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં પણ અનેક મંદિરો સ્થાપ્યા છે. તેમણે પોતાના સ્વહસ્તે પ્રથમ મંદિર સંવત્ ૧૮૭૮માં અમદાવાદમાં સ્થાપ્યું હતું. ત્યાર પછી પણ તેમણે અને તેમના સંતોએ અનેક મંદિરો સ્થાપ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પણ સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં આવેલા- મણિનગરમાં જ કર્યું છે.

સમયના વહનની સાથે પરિસ્થિતિ એ કરવટ બદલતા શ્રી મુક્તજીવન સ્વામીબાપા અંતર્ધાન થયા બાદ તેમને બતાવેલા સિંધ્ધાતો  સચવાય રહે તેવા મંદિરની જરૃર પડી ત્યારે તા. ૨-૪-૧૯૯૩ના રોજ ધર્મો જયતિ નાધર્મ : સત્યં જયતિ નાનૃતમ્ ના કથનને જીવંત રાખવા માટે એજ મણિનગરમાં તેમના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કુમકુમ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી હતી.

તા. ૨૬ માર્ચના રોજ તેને ૨૫ વર્ષ પૂર્ણ થશે. આમ, મંદિરો આપણી સંસ્કૃતિ, સંસ્કારો, બાળકો,યુવાનોનું પોષણ કરે છે. તેથી આપણે અવશ્ય નિયમપૂર્વક આપણી આસપાસ જતાં મંદિર હોય ત્યાં ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. સાધુ- સંતોનો સમાગમ કરવો જોઈએ. બાળકોને આ ધર્મના સંસ્કારો અવશ્ય આપવા જોઈએ અને એ પ્રમાણે આપણે કરીશું તેમાં જ આપણા સર્વનું હિત સમાયેલું છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
 

Post Comments