Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''ભક્તિનાં ચાર સુત્રો''

ભક્તિ કરનારને ભગવાન એ શું છે કેવા છે. એ સમજાય. અઢારમાં અધ્યાયમાં એક શ્લોક પ્રમાણે ભગવાન ભક્તિનાં સાચા સ્વરૃપથી જ જણાય. સતત સાચી ભક્તિથી ભક્ત પોતે જ ભગવાનમાં લીન થઈ જાય.

કોઈપણ કાર્ય સફળતાપુર્વક કરવું હોય તેને માટે આપણે તેનાં વિષે માહિતગાર થઈએ છીએ. જો આવી સમજ ન હોય તો તે કાર્ય બરાબર થતું નથી.

આ જ વાત ધર્મ સાધનામાં લાગુ પડે છે. ભગવદ્ગીતાના બારમાં અધ્યાય ભક્તિ યોગમાં અર્જુને પ્રશ્ન પુછયો છે. અથવા નિરાકાર સાધના કે અક્ષર સાધના કે તેમાં શ્રેષ્ઠ કોણ ? આ જ વાત રામચરિત માનસનાં ઉતરકાંડમાં ગરૃડનાં પ્રશ્નમાં જોવા મળે છે. જ્ઞાાન અને ભક્તિનું અંતર શું ? ભગવાને એના જવાબમાં કહ્યું છે કે મારામાં મનને જોડી દઈને શ્રદ્ધાપુર્વક એ જ શ્રેષ્ઠ છે. ભક્તિ એટલે શું એટલે શું ?

ગંગા સતીએ કહ્યું છે કે ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું. છોડવું મન અભિમાન રે. આ બે તત્વો ભક્તિ માટે જરૃરી છે.  રાંક થઈને રહેવું એટલે શું ? ભક્ત કવિ નરસિંહ મહેતા પોતાને નરસૈયો કહે છે. કબીર પોતાને કબીરા કુત્તા રામકા એમ કહે છે. ત્રીજા એક ભક્ત એમ કહે છે કે તું મારો મદારી હું તારૃં માંક્ડું તું જેમ કહે તેમ નાચુ. આમ પોતાને તોછડાઈથી જોનારને રાંક કહેવાય. અભિમાન એટલે અહંકાર. ભક્તિમાં અહંકારને કોઈ સ્થાન નથી. મેં પુજા કરી, મેં માળા કરી, મે યજ્ઞા કર્યો મેં દાન કર્યું આ બધા  અહંકારનાં લક્ષણો છે.

જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જીવનમાં ભક્તિ ન આવે.  ભક્તિ એટલે ચોરી કરવી. ભગવાનને ચોરી જવાનાં છે. ભક્તિ ખાનગીમાં થાય બીજાને દેખાડવા માટે ભક્તિ ન કરાય. સુફી સંતો કહે છે. નમાઝ રાતનાં અંધારામાં કોઈ ન જુએ તે જ સાચી નમાઝ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે સમ દ્વષ્ટિ ન હોય ત્યાં સુધી ભક્તિ ન આવે. ભક્તિ કરનારે આ ચાર બાબત ધ્યાનમાં રાખવી જોઈએ શ્રીમદ્ ભગવદ્ગીતામાં જણાવેલ- ચાર સુત્રો હવે આપણે જોઈએ.

૧) 'મય્યેવ મન આધત્સ્વ, મયિ બુદ્ધિનિવેશય.'

એટલે કે તારૃ મન અને બુદ્ધિ મારામાં જોડી દે.

જુના જમાનામાં કેટલીક બહેનો એવું વ્રત રાખતી કે પાણી પીતા પહેલા ભગવાનનું નામ લેતી કોઈ પોતાની પાસે હોય તેને કહેતી કે રામ બોલ પોતે પણ રામ બોલ પછી પોતે પાણી પીવે. કોઇપણ કાર્ય કરતા પહેલાં ભગવાનને યાદ કરવા તે મન, બુદ્ધિને ભગવાનમાં જોડવા છે. બીજું સુત્ર જો આમ ન થાય તો સતત અભ્યાસ કર વારંવાર ભગવાનનું સ્મરણ કર.

આ વાત ભુલી ન જવાય તે પ્રમાણે ભક્તિમય અભ્યાસ કરવો. ત્રીજુ સુત્ર અભ્યાસ કરવો અઘરો લાગતો હોય તો ' મત્તકર્મો પરમો ભવ'' એટલે ે બધા જ કાર્યો ભગવાનનાં છે. એટલે કે બધા જ કાર્યો એટલે માત્ર પુજા કરવી કપડા ધોવા, સાફ સફાઈ કરવી એમ નાના મોટા બધા જ કાર્યો ભગવાનનાં છે. આવું સતત ચિંતન કરનાર કોઈ દિવસ, ક્યારેય પણ પાપ ન કરી શકે. આ કામ ભગવાનને ગમશે કે કેમ એ યાદ રાખવું ભગવાનને ન ગમે તે ન કરવું. બસ, આટલી વાત યાદ રાખીયે, તો પણ આ ઉત્તમ પ્રકારની ભક્તિ છે. ભગવાનને શું ગમે છે.

તે સમજવા શ્રીમદ્ ભગવદ્ગીતાનાં બારમાં અધ્યાયમાં ૧૩ થી ૨૦ શ્લોકમાં જણાવેલ છે. આપણાં કોઈ કાર્યથી બીજાને અડચણ ન પડે. તે ધ્યાન રાખવું. જો આ વાતનું ચિંતન કરશો તો જણાશે કે આપણે સતત બીજાને નડીયે  છીએ. આવું ભગવાનને ન ગમે. બીજી વાત ભગવાનને મૌન પ્રિય છે. બારમા અધ્યાયમાં ૧૯માં શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે ' તુલ્યનિન્દા સ્તુતિમૌની, સંતુષ્ટો યેન કેનચિત.

ભગવાનને મૌન રાખનાર પ્રિય છે. તો ભગવાનને પ્રિય થવા. મૌન રાખવું જોઈએ કે કિર્તન ભક્તિ મોટા અવાજે આરતી ગાવી કે ભજનો ગાવા આવું બધું. ભગવાનને ગમે ખરું ? તો આપણે તો આવુ બધુ કરવાને ભક્તિ માનીએ છીએ. ચોથું સુત્ર સર્વ કર્મફળ ત્યાગ બધા જ કર્મોનાં ફળનો ત્યાગ એટલે કે કોઈ કર્મ કરીએ તેનું ફળ ગમતું આવે કે અણગમતું તે સ્વીકારવું આપણે તો અણગમતુ ફળ આવે તો દુ:ખી થઈ જઈએ છીએ. આજ ચાર સુત્ર ભક્તિ માટે સમજવા જરૃરી છે. આવી ભક્તિ કરનારને ભગવાન એ શું છે કેવા છે. એ સમજાય. અઢારમાં અધ્યાયમાં એક શ્લોક પ્રમાણે ભગવાન ભક્તિનાં સાચા સ્વરૃપથી જ જણાય. સતત સાચી ભક્તિથી ભક્ત પોતે જ ભગવાનમાં લીન થઈ જાય.

- બંસીઘર. જે. પાઠક
 

Post Comments