Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફાગણમાસ પ્રેમ અને સત્નાં પારખાંનો માસ- જસમીન દેસાઈ

વસંત ઋતુને વળાવવા અને ગ્રીષ્મ ઋતુને વધાવવા થનગનતો માસ એટલે ફાગણ માસ એટલું જ નહીં પરંતુ ફાગણ માસ રંગ-પ્રેમ અને સત્નાં પારખાનો મહા-મૂલો માસ છે.

ગ્રીષ્મ ઋતુની મનમોહક લહેરો- કેસુડાની મસ્તી ભરી અને રંગભરી રમતનો માસ કેસુડાનો માસ તો વળી પ્રેમનો આ માસ કે લોકો ધૂળેટીના દિવસે એટલે કે ફાગણ વદ ૧ મે પ્રેમથી સહુને અને એકબીજાને રંગથી ભીંજવી પોતાના ભાવોને પ્રદર્શિત કરતાં એક બીજાના મનડાંઓને  ભલી લાગણીઓ વડે ભીજવતા હોય છે. આ પ્રેમ એટલે વાસના- સ્વાર્થ રહીત પ્રેમ.

જ્યારે ફાગણમાસની વાત કરતા હોઈએ ત્યારે પ્રેમ- રંગ- આનંદના અધિષ્ઠાતા શ્રીકૃષ્ણને તો યાદ કરવા જ પડે અથવા બીજી રીતે કરીએ તો ફાગણીયો માસ શ્રીકૃષ્ણનો વહાલો માસ છે. એમનો પ્રેમ એટલે શુધ્ધ જ. વાસના- સ્વાર્થ વિનાનો પ્રેમ અને વળી રંગનો પ્રેમ- આ રંગ તો જીવનના આનંદ અને અંતરંગને ઉજાગર કરતો રંગ છે.

શ્રીકૃષ્ણએ આવા પ્રેમ અને રંગનું મહાત્મ્ય સમગ્ર વિશ્વને સમજાવવા આ પૃથ્વી ઉપર અવતાર લીધો હતો. જીવનમાં પ્રેમનું સ્થાન ઉંચુ છે જે પ્રેમ સંપૂર્ણપણે શુધ્ધ હોય તો વળી રંગ એટલે આનંદ- ઉલ્લાસનું પણ સ્થાન એવું છે, બાકી જીવનમાં અનેક કોયડાઓ- મુશીબતો આવે તો તેને હલ કરવાના છે નહીં કે શોકમય થઈને તુટી જવાનું છે આથી એ સર્વને હિંમતથી પાર કરીને આનંદના સામ્રાજ્યને સ્થાપિત કરવાનું છે.

શ્રી કૃષ્ણનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે તેમણે ઘણું ઘણું કુનેહ અને હિંમતથી પાર પાડયું છે અને રંગ ભર્યા ઉત્સાહને ઉજાગર કર્યો છે. તો વળી તેનો પ્રેમ કેવો શુધ્ધ ! આથી જ તો જ્યારે સઘળા દેવો આપણને તેની પત્ની સાથે જોવા મળે છે જેમકે શિવ-પાર્વતી, સીતારામ, લક્ષ્મીનારાયણ જયારે શ્રીકૃષ્ણની બાજુમાં તેની પત્ની રૃકમણી નહીં પરંતુ રાધા બીરાજે છે કારણકે રાધા તો શ્રીકૃષ્ણનો ભાવ- શક્તિ- સિધ્ધિ- રસ-રંગ છે. આથી જ તો પુષ્ટીયમાર્ગી શ્રી વલ્લભાચાર્યજીએ જણાવ્યું છે કે રાધા શબ્દ મૂળ સંસ્કૃત ' ધાતુ' 'રાધસ' ઉપરથી આવ્યો છે જેનો અર્થ ભાવ- શક્તિ- સિધ્ધિ- રસ- રંગ છે. જે માનવીથી કદી જુદાં ન હોઈ શકે એ એની સાથે જ વણાયેલ અને શરીર સાથે જોડાયેલ હોય છે.

આથી એ પ્રતીકરૃપે શ્રીકૃષ્ણની સાથે રાધા હોય છે, ઉપરાંત એક વખત આથી જયારે રાધાએ શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ એક કાળે મૂકેલો ત્યારે શ્રીકૃષ્ણએ કહેલું કે લગ્ન તો બે શરીર- બે આત્મા વચ્ચે થાય. રાધા તૂં અને હું જુદાં જ ક્યાં છીએ !! તો લગ્ન ક્યાંથી થાય ! આ છે પ્રેમની ગરીમા અને ઉંચાઈ.

આ સર્વે વચ્ચે સત્નાં પારખાં રૃપે એક પ્રસંગ એટલે કે ધૂળેટીના આગલા દિવસે ફાગણ માસની પૂનમે હોલીકા કે હોળીરૃપે હોય છે. આ દિવસે સત્નાં પારખાં  એટલા માટે કહેવાય છે કે એ દિવસે પ્રહલાદ જે મહાન પ્રભુ ભક્ત હતા- આસ્તિક હતા તેને તેના પિતા હિરણ્ય જે નાસ્તિક હતા એ પ્રહલાદને પ્રભુ ભક્તિમાંથી આસ્તિકતામાંથી વિચલિત કરવા, તેને મારી નાખવા એવી અનેક યુક્તિઓ કરી ચૂક્યા હતા પરંતુ પ્રહલાદ તેમાંથી સત્ હંમેશ પરાજીત ન થાય ભલે તેનાં પારખાં થાય એ રીતે બચીં જતા હતા.

આ ફાગણસુદની એક પુનમે પ્રહલાદની બહેનને પ્રહલાદને ખોળામાં લઈને ચિતા ઉપર બેસીને સળગાવી નાંખવા નક્કી કર્યું. આમાં પ્રહલાદની બહેન હોલીકાને વરદાન હતું કે એને જવાળા કદી દઝાડી શકશે. નહીં મારી નાંખી- બાળી શકશે નહીં. હિરણ્યકશ્યપના હુકમ મુજબ એમ થયું. ચિતા સળગી હોલીકા આશ્ચર્ય વચ્ચે બળી ગઈ પરંતુ પ્રહલાદે વધુ એક વખત સત્નાં પારખાને સાબિત કરી બતાવ્યું અને પોતે જીવીત રહ્યા- સળગ્યા નહીં !!

વરસાદ કેવો રહેશે એ અર્થે આગાહી પંડિતો હોળીની જવાળા કઈ દિશામાં જાય છે તે ઉપરથી કરે છે.

 

Post Comments