Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચરર..ચરર..મારું ચકડોળ ચાલે ..!!- અંજના રાવલ

માણસ... જિંદગીને ચકડોળ સમજી આનંદ લે, એમાં એ લૂંટાતા બચી શકે એમ છે. જિંદગીમાં આનંદ લૂંટાઈ જાય ત્યારે આ ઘનદોલત પદ-પ્રતિષ્ઠા કરડવા લાગે છે. ઝેર જેવા થઈ જાય છે. ધનિકના કરતા ગરીબના ઘરે આનંદધન વધારે જોવા મળતું હોય છે.

સ્વ અવિનાશ વ્યાસની અમર આ રચના એટલે જાણે લાઇફનું લાઈવ ટેલીકાસ્ટ. ચઢવું ને ઉતરવું એ ચકડોળનો સ્વભાવ. માણસની જિંદગીમાં પણ અપડાઉન્સ હમેશા થયા જ કરતું હોય છે. આ ચકડોળમાં માણસ માત્રને માત્ર મોજ-મસ્તી અને આનંદ માટે જ બેસે છે. આ જિંદગી જપ-તપ ને વ્રત કરવા કરતાં વધારે તો જલસા કરવા માટે મળી છે.

લોકો પોતપોતાના ગજ પ્રમાણે કરી પણ લે છે. આ જલસાનો મતલબ ધનદોલતને મોજશોખ નથી સમજવાનો. આપણી સારી-ખોટી દરેક પરિસ્થિતિમાં આનંદની શોધ કરવાની છે. ગમતી અણગમતી તમામ વ્યકિત કે પરિસ્થિતિના મૂળ સુધી પહોંચવાની જરૃર છે. ત્યાં જઈને આનંદ તત્વ શોધવુ ને સાક્ષી ભાવ કેળવવો એમાં જ આનંદ છે. કેકે સાહેબે હમણાં જ કીધુંતુ... દરેક ક્ષણ, દરેક કણ અને દરેક જણને માણો.

અદેખાઈ, ઇર્ષા, આડંબર, ઢોંગ, કંજુસાઈ, કજીયા- કંકાસ, અને દેખાડો કરવાવાળાઓને પણ લાઈક કરવાના. છૂટકો જ નથી ને ?! તો એમની ઉપેક્ષા ન કરો. એમને નહીં, એમના વિચારોને નિંદો. એમના તમામ દુર્ગુણો પ્રત્યે દુર્લક્ષ રાખતા શીખવું પડશે. માણસ બુધ્ધિશાળી પ્રાણી છે એટલે આ બધુ રહેવાનું. સચરાચર ને અજરામર છે. આ બધી બાબતોની અવગણના ના કરીએ .. ? આપણા મા-બાપ, બાપદાદાઓ, આવુ બધુ કરવામાં જિંદગીનો અસલી આનંદ ઉઠાવ્યા વિના ગયા તો ય આપણે ના શીખીયે તો વાંક કોનો ?

આપણા ધરમ-કરમ, પૂજાવ્રત ટીલાં- ટપકાંથી આ આનંદની વાત ક્યારે સમજાશે ? સવારે જયશ્રીકૃષ્ણ, જયમાતાજી, ગુડમોર્િંનગ, હરિ-ઓમ, જય સ્વામીનારાયણ આ બધું બોલાયેલું, ઔપચારિકતાના કોચલામાંથી જયારે અસલિયતમાં આવે છે ત્યારે અસલી મજા આવતી હોય છે. નાટક તો પકડાઈ જતું હોય છે.

આપણા આ રૃપાળા મનખાદેહની લાગણીઓ, વેદનાઓ, સંવેદનાઓને મનભરી માણવી એમાં જીવતરનું સ્વમાન છે. છેવટે તો માણસે પોતાના માટે જ જીવવું પડતું હોય છે. જે વ્યકિતને પોતાને પ્રત્યે જીવ બળતો હોય તેને પોતાને આઈ લવ યું કહેવાનો કોઈ અધિકાર નથી હોતો. જેને ખુદને આનંદ કરતાં આવડતો હોય એ જ બીજાને આનંદ આપી શકે. સાચો આસ્તિક અને ધાર્મિક માણસ' પ્રભુ પ્યાર ભરેલું દિલ આપજે'ની પ્રાર્થના કરતો હોવો જોઈએ. અનુભવ માણસમાં આસ્તિકતા પેદા કરે છે. તેથી અનુભવને શ્રેષ્ઠ ગુરૃ કહ્યો છે. તમામ ઠોકરો બહુ બધુ શીખવે છે.

ચકડોળની જેમ જિંદગી પણ કભી ઉપર કભી નીચે થયા જ કરવાની. એની ચાલમાં ફંગોળાવાનું નથી, આનંદ કરવાનો છે. વારો પૂરો થાય એટલે ઉતરવાનું જ છે. જવાનું જ છે. કલીનબોલ્ડ થવાનું જ છે. પણ તે પહેલા મુખ્ય બાબત છે. આનંદ કરવાની , જલસા કરવાની. ચીચિયારિઓ પાડવાની જરૃર છે, બાળકની જેમ.

ચકડોળમાં તો ઘણીવાર બધી લાજશરમ ભૂલી મોટેરાઓ પણ બાળક જેવા ચેન-ચાળા કરતાં  હોય છે. આ ચાળાઓને જલસાનું નામ આપવું હોય તો આપી શકાય. આમે ય ચકડોળમાં ઉપર-નીચે થવામાં આનંદ સિવાય કશું જ યાદ નથી હોતું. એ વેળાએ માણસ ખુદ ખોવાઈ જાય છે. જે રોજબરોજની જિંદગીમાં રાગ-દ્વેષ વિતાડે છે એ બધા જ ગાયબ થઈ જાય છે. માણસને આ આનંદ હલકો- ફુલકો કરી દે છે. પરમાનંદ બની જાય છે.

માણસ... જિંદગીને ચકડોળ સમજી આનંદ લે, એમાં એ લૂંટાતા બચી શકે એમ છે. જિંદગીમાં આનંદ લૂંટાઈ જાય ત્યારે આ ઘનદોલત પદ-પ્રતિષ્ઠા કરડવા લાગે છે. ઝેર જેવા થઈ જાય છે. ધનિકના કરતા ગરીબના ઘરે આનંદધન વધારે જોવા મળતું હોય છે.

ચકડોળમાં બેઠા ના હોઈએ તો પણ દૂરથી અંદર બેઠેલાઓને હાથ હલાવીને હરખનો પ્રતિભાવ આપવામાં પણ આનંદ આવતો હોય છે. માણસે ચકડોળમાંથી એ જ શીખવાનું છે કે, આપણું પદ પ્રતિષ્ઠા, પૈસો, પાવર, અભિમાન, માન- અપમાન, ઇર્ષા- અદેખાઈ, મોટાઈ, નાનમ, શરમ-સંકોચ આપણા આનંદ ઉપર ઘોડો ના કરે...!
 

Post Comments