Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ સંસાર ભગવાનની માયા છે

જે સત્વગુણી છે. તેના જીવનમાં જ્ઞાન છે. પ્રકાશ છે અને સ્થિરતા પણ છે. એટલે તે સંસારમાં રહી સારાસાર સમજી શકે છે. માણસમાત્ર અહીં સુખ ઝંખે છે અને એ માટે તે અનેક પ્રકારનાં પ્રલોભનોમાં અટવાય છે. પરંતુ છેવટે તો એ સુખ મૃગજળ જેવું જ બની રહે છે. છતાં પણ તે સંસારના મોહથી છૂટી શક્તો નથી.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની મારી દૈવીમાયાને જાણવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ જે માણસો મારું શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે.

સામાન્ય રીતે માયા શબ્દનો અર્થ કૌશલ્ય, કરુણા અને અઘટિત ઘટના એવો થાય છે. જે નથી તે કરી દેખાડવી એટલે અઘટિત ઘટના. ભીની માટીના પિંડને આકાર મળે અને એમાંથી મટકી બને છે. ત્યારે મૂળ રૃપે રહેલી માટી આપણને દેખાતી નથી. માત્ર મટકી જ આપણા ધ્યાનમાં આવે છે. આ જે કોઈ માણસનું કૌશલ્ય છે એવી રીતે માયા એ પરમેશ્વરનું કૌશલ્ય છે. તે ફૂલ ખિલાવે છે. પરંતુ એ ફૂલ કેવી રીતે ખીલ્યું એની આપણને ખબર પડતી નથી. આપણે તો તેની સુવાસમાં જ મસ્ત બની જઈએ છીએ.

આ સંસાર ભગવાનની માયા છે, એક લીલા છે, ખેલ છે. તેને સમજવાનું, જાણવાનું કોઈનાથી શક્ય નથી. જે માણસને સતત આકર્ષતી રહે છે, ખેંચતી રહે છે તે માયા ઉપલક નજરે તો સુંદર હોય છે પરંતુ એનું ભીતરી રૃપ અલગ હોય છે.

સંસારની માયા લોભામણી અને અસાર છે. જે નિરંતર પરિવર્તન પામતી રહે છે. જે આજે દેખાય છે તે કાલે નહિ રહે. જે કાલે રહેશે તે આજે નથી. એટલે આ સંસારરૃપી માયામાં પ્રાપ્ત કરવા જેવું કશું જ નથી. અહીં દરેક વસ્તુ પાણીમાં ઊઠતા પરપોટાની જેમ ઉત્પન્ન થાય છે અને એ રીતે વિલીન પણ થઈ જાય છે. અહીં લોકો એક દિવસ જન્મ ધારણ કરે છે અને એક દિવસ મરી જાય છે.  છતાં તેઓ આ માયામાં એટલા બધા ડૂબેલા છે કે તેમને જીવનની કોઈ સૂધ-બૂધ નથી.

ભગવાનની આ માયામાં સત્ય પણ છે અને મિથ્યાતત્વ પણ છે. સત્ય એ રીતે કે આ સંસારના કણેકણમાં પરમાત્માનો વાસ છે. કહો કે આ સંસારના પ્રત્યેક પ્રાણીમાં જીવાત્મારૃપે પરમાત્માનો અંશ રહેલો છે. જે તેમને જોઈ શકે છે, સમજી શકે છે અને અનુભવી શકે છે તેઓ આ સંસારની માયામાં ફસાતા નથી. એટલું જ નહિ, તેઓ પરમાત્મા સુધી પહોંચી બ્રહ્મનો સાક્ષાત્કાર પણ કરી શકે છે. પરંતુ જે મનુષ્યો સંસારના આ દિવ્યસ્વરૃપને જાણતા નથી. તેઓ પેલો મૃગજળની જેમ તેમાં ભટકતા રહે છે.

આ સંસારની સમસ્ત પ્રાણીસૃષ્ટિ સત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણોથી સંમિશ્રિત છે. કોઈકમાં તમોગુણ વધારે છે. કોઈકમાં રજ તો કોઈકમાં સત્ત્વ. તમો ગુણી વ્યકિતના જીવનમાં અજ્ઞાાનરૃપી અંધકાર છે, જડતા છે. જેને કારણે તે કંઈ વિચારવા. સમજવાની સ્થિતિમાં હોતો નથી. રજોગુણી વ્યકિતના જીવનમાં ઇચ્છાઓ અને વાસનાઓ હોય છે. જેની પૂર્તિ માટે તે આમતેમ ભટકતો રહે છે.

તેનામાં સ્થિરતા પણ હોતી નથી. પરંતુ જે સત્ત્વગુણી છે. તેના જીવનમાં જ્ઞાાન છે. પ્રકાશ છે અને સ્થિરતા પણ છે. એટલે તે સંસારમાં રહી સારાસાર સમજી શકે છે. માણસમાત્ર અહીં સુખ ઝંખે છે અને એ માટે તે અનેક પ્રકારનાં પ્રલોભનોમાં અટવાય છે. પરંતુ છેવટે તો એ સુખ મૃગજળ જેવું જ બની રહે છે. છતાં પણ તે સંસારના મોહથી છૂટી શક્તો નથી.

આ સંસારની માયામાંથી મુક્ત થવાનો ઉપાય છે- ભગવાનનું નામ સ્મરણ અને ઇશ્વર શરણાગતિ. મહર્ષિ વાલ્મીકિ એક કાળે વાલિયો લૂંટારો હતા. લોકોને લૂંટતા હતા. પરંતુ અંતે ' મરા મરા' એમ જપતાં જપતાં સંસાર તરી જઈ મહર્ષિ તરીકે ખ્યાતિ પામ્યા. ભગવાનના શરણે જવું, તેમનું નામ સ્મરણ કરવું એ જ મનુષ્ય જીવનનો સાર છે. આ સંસારમાં સારરૃપ તત્ત્વ પરમાત્મા તત્ત્વ જ છે. જે તેને જાણી લે છે તે આ દુસ્તર માયાને તરી જાય છે.

- કનૈયાલાલા રાવલ
 

Post Comments