Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીર્ધદૃષ્ટા- જયોતિર્ધર સ્વામી વિવેકાનંદજી

ભૂતકાળની સંસ્કૃતિ ઉપર ઊભેલા અને ભારતીય પરંપરાના વારસા માટે મગરૃર હોવા છતાં જીવનના પ્રશ્નો પરત્વેની દૃષ્ટિમાં વિવેકાનંદજી આધુનિક હતા. તેમના સાહિત્યમાંથી આધુનિક સમસ્યાઓનો ઉકેલ વૈજ્ઞાાનિક અને અસરકારક છે.

અવતારી મહાન વિભૂતિ શ્રી રામકૃષ્ણદેવના પૂર્ણ અધિકારી શિષ્ય સ્વામી વિવેકાનંદજી અધ્યાત્મની ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચી 'મુક્તિ'ના પૂર્ણ અધિકારી હોવા છતાં, વ્યકિત ઘડતર, દેશનું નવઉત્થાન માનવવિકાસ સંલગ્ન ક્ષેત્રોનો વિકાર, દેશની સમસ્યાઓ અને તેનું નિવારણ, દેશબાંધવોનું ઉત્થાન, ધર્મ- સંસ્કૃતિ- અધ્યાત્મને પુનઃ ગૌરવોક્તિ સ્થાન મળે તે માટેનો પુરુષાર્થ વગેરે બાબતે ચિંતન- મનન- સંશોધન- દ્વારા પ્રેરણા ભંડાર આપણને આપ્યો છે જે આપણો અમૂલ્ય વારસો છે.

'ધ કંપલીટ વર્ક ઓફ વિવેકાનંદ' નામે અંગ્રેજીમાં બહાર પડેલ ૮ ગ્રંથોનો ગુજરાતીમાં થયેલ અનુવાદ ૧૨ ગ્રંથો રૃપે આપણને મળ્યો છે. જેને આપણે સ્વામીજીનું વાઙગમય રૃપ કહી શકીએ.

આ ગ્રંથો દેશ અને લોકઉત્થાન માટે પ્રેરણાસ્રોત છે. કારણકે તેમનું બહુવિધ પ્રતિભાવંત ચરિત્ર હતું. જેમકે, અસામાન્ય જીવન સાધક, ઉત્સાહમૂર્તિ, અનુભવનિષ્ઠ, કૃતઃ નિશ્ચયી, ગતિશીલ નિર્ભિક વ્યકિતત્વ, ઘૂઘવતા દરિયા જેવા દિલદાર, રાષ્ટ્રવીર જંગમવિદ્યાપીઠ, તપોમૂર્તિ, તેજોમય વકતૃત્વ, તત્ત્વ- સત્વદર્શી, નિખાલસવ્યકિત્વ, નવવિચાર પ્રવર્તક, પરિશુદ્ધ પ્રજ્ઞાાતીર્થ, પીડિત ઉદ્ધારક, પરધર્મસહિષ્ણુ, ભદ્ર વિચારક, માનવમૂલ્યોના મર્મજ્ઞા,યુગપ્રવર્તક, રાષ્ટ્રીય જીવનના ધબકાર, વેદાંતી વ્યકિતત્વ, સત્યશોધક, હૃદયધર્મના વિસ્તારક, જ્ઞાાનગંગાતીર્થરૃપ.

ગૌરવભેર આગળ વધતા ભારતને શક્તિ અને સામર્થ્યનો પ્રેરણાત્મક સંદેશો આપી શકે તેવું આ સાહિત્ય છે. તેના વાચન- મનનથી રાષ્ટ્રીય જીવનના નૈતિક, આધ્યાત્મિક, નવયુગની વિચારધારાના પાયા મજબૂત થશે.

'ભૂતકાળની સંસ્કૃતિ ઉપર ઊભેલા અને ભારતીય પરંપરાના વારસા માટે મગરૃર હોવા છતાં જીવનના પ્રશ્નો પરત્વેની દૃષ્ટિમાં વિવેકાનંદજી આધુનિક હતા. તેમના સાહિત્યમાંથી આધુનિક સમસ્યાઓનો ઉકેલ વૈજ્ઞાાનિક અને અસરકારક છે.

સ્વામીજીની બે ઉક્તિઓ

* હું મારું લક્ષ્ય વ્યકિતને શક્તિશાળી બનાવવા તરફ તેમજ પોતે દિવ્ય છે તેવો ઉપદેશ આપવા પ્રત્યે આપું છું. હું મનુષ્યોની અંદર રહેલી આ દિવ્યતા વિશે સભાન થવા  સમજાવું છું.'

*  હું કોઈ અલૌકિક અધિકારમાં દાવો ધરાવતો નથી. મારા સાહિત્યમાંથી જે કોઈ સર્વોચ્ચ બુદ્ધિને ગ્રાહ્ય હોય અને વિચારશીલ મનુષ્યો જે સ્વીકારે તે સિદ્ધાંતો તેઓ અપનાવે.

- લાભુભાઈ ર.પંડયા


 

For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar

Post Comments