Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રીનાં મહાપર્વનું માહાત્મ્ય

મહાદેવનું સ્વરૃપ અલૌકિક છે. વ્યાઘ્ર ચર્મ ધારણ કરે છે. ભાલમાં ચંદ્ર છે. ગળામાં સર્પ તથા મુંડમાળા છે. હાથમાં ત્રિશુલ છે. જટામાંથી ગંગાજી વહે છે. કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. નંદી તેમના ગણો છે. પોતે ત્રિનેત્ર ધારી છે.

સ દાશિવ ભોળાનાથ એટલે કલ્યાણકારી દેવ. દેવોના દેવ મહાદેવનું કલ્યાણકારી સ્વરૃપ જીવને શિવ થવાની પ્રેરણા આપે છે. શિવદર્શન થકી માનવને શિવ બનવાની પ્રેરણા મળતી હોય છે. હિમાલયની ટોચે કૈલાસ પર્વત પર સ્થાપી થયેલ શિવ આપણને એ બતાવે છે કે કલ્યાણકારી માર્ગ પ્રશસ્ય કરવા માટે જીવનમાં ચોક્કસ ઉંચાઈએ પહોંચવું જરૃરી છે. દરેક મહિનામાં વદ-૧૩ શિવરાત્રી કહેવાય છે પરંતુ મહા મહિનાની તેરસ કંઈક વિશિષ્ટ તથા અનોખી છે. તેથી તે મહાશિવરાત્રી કહેવાય છે.

મહાશિવરાત્રીએ  શિવ-પુજન, શિવ- અભિષેક, રૃદ્રી, લઘુરૃદ્ર તથા શિવની સ્તુતિઓ, ભજનો ઇ.નો મહિમા અનોખો હોય છે. આખો દિવસ ભક્તોની ભીડ તથા હર હર મહાદેવ ના નાદથી મંદિરો ગાજી ઉઠે છે. શિવજીને ધતુરાનાં ફૂલ, બીલીપત્ર તથા ભાંગની પ્રસાદી ધરાવવામાં આવે છે. મંદિરમાં રોશની, શણગાર, મહાઆરતી તથા રાત્રે ખાસ શિવપુજા કરવાનો અનેરો જ મહિમા છે.

ભાંગમાં દુધ, સાકર, તીખાં (મરી), જાયફળ, વરીયાળી, તજ- લવીંગ, એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. સદાશિવને, ભોળાનાથને પ્રસન્ન કરવા શિવપંચાક્ષર સ્તોત્ર, શિવચાલીસા, રૃદ્રાષ્ટક જેવા સ્તોત્રોનું ગાન ભક્તો કરતા હોય છે.

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવ તથા પાર્વતી વગર આધ્યાત્મિક જગતની કલ્પના થઈ શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશમાં શિવ એ વિસર્જનના દેવતા મનાય છે. શિવનાં આકાર તથા નિરાકાર એ બે સ્વરૃપ છે. શિવનાં હજારો નામ છે.

શિવરાત્રીએ સદા શિવની આરાધના, ભક્તિ તથા ઉપાસના કરીને ભક્તો ધન્ય બને છે. જુનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. નાગા-બાવાઓનું સરઘસ નીકળે છે તથા બાવાઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે.

ગુજરાતમાં સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે પણ આદિવાસીઓનો મેળો ભરાય છે જે આકર્ષણનું કેન્દ્ર હોય છે.

શિવરાત્રીએ વહેલી સવારથી જ ભક્તો શિવમંદિરોમાં ઉમટી પડે છે. જલધારા, દુધનો અભિષેક, તલ મગ તથા ધાન્ય, બીલ્વફળ તથા ગંગાજળથી શિવજીની મહાપુજા કરવામાં આવે છે. શિવપુજનથી લોકોની આધિ, વ્યાધિ અને ઉપાધિ શાંત થાય છે. શિવરાત્રીમાં કરેલ શિવપુજનથી ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીની પુજાનું ફળ પણ અધિક મળે છે. વળી શિવરાત્રીમાં સ્ફટિકનાં શિવલીંગની પુજા કરવાથી ભક્તોનાં બધાં પાપો બળીને ભસ્મ થઈ જાય છે.

શિવપુજનથી સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઘણા ભક્તો શિવરાત્રીએ ભોજન કરતા નથી અને એકટાણું કે ફળાહાળ જ કરે છે. શિવજી ઉપર અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે. કુવિચારો દુર થાય છે તથા મનના પરિતાપો નાશ પામે છે. ત્રણપાનવાળું બીલ્વપત્ર શિવજીને ચઢાવવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

મહાશિવરાત્રીની રાત્રિએ મહામૃત્યુંજયના જાપ, અનુષ્ઠાન, તથા ઁ નમ: શિવાય એ પંચાક્ષર મંત્રના જાપ કરવાથી ભક્તોની ભીડ ભાંગે છે. શિવ ઉપાસના થકી ભક્તો ધન્યતા અનુભવે છે. ભોળાનાથ સદાશિવની સદા કૃપા પ્રાપ્ત કરવા માટે શિવરાત્રિ સિવાય પણ દરરોજ મંત્ર-જાપ, અભિષેક, સ્તુતિગાન કે મહાપુજા કરવાથી ભક્તોની આપત્તિઓ ટળે છે  અને ધાર્મિક સાથે ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે.

મહાદેવનું સ્વરૃપ અલૌકિક છે. વ્યાઘ્ર ચર્મ ધારણ કરે છે. ભાલમાં ચંદ્ર છે. ગળામાં સર્પ તથા મુંડમાળા છે. હાથમાં ત્રિશુલ છે. જટામાંથી ગંગાજી વહે છે. કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. નંદી તેમના ગણો છે. પોતે ત્રિનેત્ર ધારી છે. એક હાથમાં ડમરૃ છે.

બાહુઓમાં રૃદ્રાક્ષી ધારણ કર્યા છે. માતા પાર્વતીના તેઓ પતિ છે. કાર્તિકસ્વામી તથા ગણેશ તેમના પુત્રો છે. આવા દિવ્ય અલૌકિક દેવાધિદેવને મહાશિવરાત્રીનાં પાવનકારી પર્વ નિમિત્તે લક્ષકોટિ વંદન. ઉમાપતિ મહાદેવની જય !

- ભરત અંજારિયા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments