Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની વાત

-ચાંદની ચોકમાં સુવિધાનો અભાવ

- મહિલા વકીલો, અરજદારોને રાહત

ચાંદની ચોકમાં સુવિધાનો અભાવ
નવીદિલ્હી,તા.૪
જે મહિલાનું લગ્ન થવાનું હોય કે તેમના સબંધિઓ કે અન્ય મહિલાઓ ચાંદની ચોકમાં ખરીદી માટે જાય તો તેમને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યાં મહિલાઓ માટે કોઈ સ્વચ્છ શૌચ સુવિધા ઉપલબ્ધ નથી. અન્યથા ચાંદની ચોકની ગણતરી દિલ્હીની સૌથી મોટી બજારોમાં થાય છે. પણ સુવિધાનો અભાવ છે તેમ ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળના વડા સંજ્ય ભાર્ગવનો મત છે.
મહિલા વકીલો, અરજદારોને રાહત
સુપ્રિમ કોર્ટમાં સેનિટરી પડે પૂરા પાડનારૃં મશીન ગોઠવવામાં આવશે (વેન્ડિગ મશીન) જેનાથી મહિલા વકીલો, અરજદારોને હજાર કામ પડતા મૂકીને કેમિસ્ટ કે સેનિટરી પેડ વેચનારાને ત્યાં દોડવું પડતું હતું તેમાં રાહત થશે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે, સુપ્રીમની રજીસ્ટ્રીને આ પ્રકારના ત્રણ મશિન ગોઠવવા હુકમ કર્યો છે. સુનિતા ગોરે સુપ્રીમનું ધ્યાન દોર્યું હતું કે જ્યારે જરૃરીયાત ઉભી થાય ત્યારે મહિલા માટે કોર્ટમાં કામ કરવું કે સમયે હાજર રહેવું કેટલું મુશ્કેલ બની રહે છે. ત્યાર બાદ કોર્ટે આ હુકમ કર્યો હતો.

મહિલા આરોગ્યની વાત
સુપ્રિમ કોર્ટનું આ પગલું પ્રતિમાસ મહિલાને વેઠવી પડતી મુશ્કેલી અંગે પ્રથમ પોતાનાથી પ્રારંભ કરીને દશભરમાં જાગૃતિ લાવવા માટે મહત્વનું છે. ખાસ કરીને રૃઢીવાદી ગણાતા આપણાં દેશમાં મહિલાના 'રજઃસ્વલા સમય ગાળાને હજી પણ બહિષ્કૃત ગણવામાં આવે છે ત્યારે, તે સબંધે મહિલામાં આરોગ્ય સબંધી જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ઘણી ભારતીય મહિલાઓ હજી પણ રજઃસ્વલા હોય ત્યારે ધાર્મિક સ્થળની મુલાકાતે જતી નથી. રાંધવાથી દુર રહે છે અને તેને એકાંતવાસ વેઠવો પડે છે.

શરદ યાદવ તાંતણે ટક્યા છે
જદયુના પૂર્વ વડા શરદ યાદવ ફરી ચૂંટણી પંચમાં ગયા છે, અને પક્ષના ચૂંટણી પ્રતિકની માંગ કરી છે. નિરિક્ષકોના મતે, તેઓઆ બધુ કરી રહ્યા છે. કેમકે તેમને તેમની રાજ્યસભા બેઠકનો ડર છે. નિતિશના વડપણ હેઠળના જ્દયુના ફાંટાએ, રાજ્યસભાના નાયબ વડાનો સંપર્ક કરીને, તેમને હટાવવા વિનંતી કરી છે.
- ઇન્દર સાહની
 

Keywords Talk,about,India,in,Delhi,

Post Comments