Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની વાત

રાજેના સ્થાને....?

રાજેના સ્થાને....?
નવી દિલ્હી, તા. 5 ફેબ્રુઆરી, 2018, સોમવાર

આઠ મહિના પછી રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી, શું ભાજપ, મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાના નેતૃત્વમાં લડશે કે કેમ એવી ચર્ચા ભાજપ વર્તુળોમાં થઇ રહી છે. ભાજપ તાજેતરમા ત્યાં યોજાયેલી બે લોકસભા બેઠકો અને એક વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં હારી જતાં રાજેએ ટિપ્પણી કરી હતી કે ''આ પરાજય ભાજપ માટે જાગવાના બેલ સમાન છે. જોકે એકસંપ રહીને આપણે વિધાનસભા ચૂંટણી જીતી લઇશું.'' જો કે ભાજપ નેતાઓને લાગે છે કે રાજેની હકાલપટ્ટીથી પક્ષને ભારે આંચકો ખમવો પડશે. કારણ કે તેઓ રાજ્યના સૌથી વધુ મજબૂત નેતા છે. આ રાજ્યમાં ઇ.સ.૨૦૧૩માં વિધાનસભામાં ભાજપ ૨૦૦ બેઠકોમાંથી ૧૬૩ બેઠકો જીત્યો હતો, જ્યારે ઇ.સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતી લીધી હતી. ભાજપ એમને પડતા મૂકે અને પરિણામે એમના હાથે પક્ષને તૂટવા દેવાનું જોખમ  વ્હોરી લે એ બહુ શક્ય નથી, એમ પક્ષના આંતરિક વર્તુળો કહે છે.

સંઘના અણમાનીતાં
કેટલાક અપવાદોને બાદ કરતા રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો ધરાવે છે. જોકે આરએસએસના અમુક અગ્રણીઓને એમની સાથે બહુ ગોઠતું નથી.

ગુન્હેગારો ચૂંટાય એનું શું ?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંમતિની મહોર માર્યા પછી દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીના એક સાથેના આયોજન વિષે ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકીય વિશ્લેષકોે કહે છે કે ચૂંટણી કયારે અને કેવી રીતે યોજાય એ મહત્વપૂૂર્ણ નથી. અગત્યનું એ છે કે એમાં યોગ્ય ઉમેદવારો ચૂંટાઈ આવે જ્યારે ગુન્હેગાર અને ભ્રષ્ટ ઉમેદવારો પરાસ્ત થાય. દેશનાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો ભ્રષ્ટાચારની સજા રૃપે હાલમાં જેલના સળિયા ગણી રહયા છે એ મુદ્દે રાજકીય સમીક્ષકો ચર્ચા કરી રહ્યાં હતા.

યેચુરિ વિ.કરાત
સીપીએમના મહામંત્રી સીતારામ યેચુરિ અને એમના અનુગામી પ્રકાશ કરાતનાં કોંગ્રેસ સાથેના ચૂંટણી પૂર્વેના જોડાણ વિષેના મતભેદો હજી યથાવત્ છે. પક્ષની મધ્યસ્થ સમિતિએ યેચુરિના જોડાણની તરફેણના મતનો વિરોધ કર્યો છે. સીપીએમએ ઈ.સ.૨૦૦૪માં યુપીએને બહારથી ટેકો આપ્યો હતો. કરાત આ પધ્ધતિને ટેકો આપી રહ્યા હોવાનું જણાય છે.

ટ્રાવેલ પર્ક કપાશે
આગામી એપ્રિલ માસથી સાંસદોનું વેતન બમણું થઈ જશે! આથી તેઓ ખુશ છે. જો કે ખાસ તો દક્ષિણ અથવા ઈશાન રાજયોના સાંસદો નાખુશ છે. કારણ કે એમને મળતાં ટ્રાવેલ એલાઉન્સમાં કાપ  આવશે.

'સ્માર્ટ' ચેતવણી
સ્માર્ટ ફોન હાનિકારક છે. એ ફક્ત બાળકોની દ્રષ્ટિને જ નુકસાનરૃપ છે એમ નહિ, એનાથી બાળમગજના વિકાસને પણ નુકસાન પહોંચે છે. ફિલિપ્સ કંપનીએ કરેલી મોજણીમાં જણાયું છે કે દેશના ૩૦ ટકા બાળકો રોજ છ કલાકથી વધુ સમય સ્માર્ટ ફોનના ઉપયોગ પાછળ ગાળે છે.

બાળકો અને સ્માર્ટફોન
અગાઉ ત્રણથી પાંચ વર્ષના બાળકો સ્માર્ટ ફોન વાપરતા, હવે એમાં જબરદસ્તપણે ઘટાડો થઇને એ વય વર્ષ-દોઢ વર્ષે પહોંચી છે. મતલબ કે છેલ્લા ૧૦ વર્ષમાં વર્ષ-દોઢ વર્ષના બાળકો પણ સ્માર્ટ ફોન વાપરતા થઇ ગયા હોવાનું જણાયું છે, એમ કહેતાં કન્સલ્ટન્ટ પિડિયાટ્રિશ્યન ડો. અનુજા પાઠેએ ઉમેર્યું કે બાળકો જમવાના સમયે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા રહે છે, જેથી એમનાથી વધુ ખવાઇ જાય છે જેનાથી આરોગ્ય વિષે સમસ્યા ઊભી થઇ શકે છે.

- ઇન્દર સાહની

Keywords delhi,ni,vaat,

Post Comments