Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નકુલ મહેતા: આધુનિક યુગની રામાયણમાં મહત્વનું પાત્ર મળ્યું

તારે માટે ઇશ્કબાઝનો સફર કેવો રહ્યો છે?

આ શોનો ભાગ બનવું એક મજેદાર અવસર રહ્યો છે. અમે શોનું પ્રસારણ શરુ થાય તે માટે લગભગ ૧ વર્ષ જેટલી રાહ જોઇ, અને આખરે જયારે સો શરુ થયો તેને તો હવે ૫૦૦ એપિસોડ્સ પૂરાં થઈ ગયા છે. આજે હું મારી પોતાની ઓળખથી નહિ પણ શિવાય તરીકે જ જાણીતો છું.

આ બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હું કંઇક સારું કરી રહ્યો છું. લોકોને શો ગમે છે અને લગભગ દરરોજ, અમારો શો જ્યારે નાના-મોટા અવસરો અને નિશાનીઓ પાર કરે છે, અમને કેક, ભેટ અને હદયપૂર્વકના સંદેશાઓ શોના ચાહકો તરફથી મળતા હોય છે. આમ, બધુ મળીને, શો ઉપર મહેરબાની ચાલુ છે અને અમને તેની સાથે જોડાયેલા હોવાનો ગર્વ છે.

અમને શોના આવનારી કડી વિશે કંઇ જણાવ.

જ્યારે અમે શોને શરુ કરી રહ્યા હતા તે સમયે, મુખ્ય નકારાત્મક પાત્ર એવી કસમ લેતા દર્શાવાતું હતું કે તે આ ત્રણેય ભાઇઓ, શિવાય, ઓમકારા અને રુદ્ર વચ્ચેના બંધનને તોડી નાખશે. પણ શોના છેલ્લા ૧૫ મહિનાઓના પ્રસારણને જોઇએ તો આ ત્રણ ભાઇઓની એકતા જ શોની સૌથી મોટી તાકાત તરીકે ઊભરીને આવે છે, અને આવતાં થોડા એપિસોડ્સનો સૌથી મહત્વનો સારાંશ એ જે રહેશે કે જ્યારે ભાઈઓને છૂટાં પડવા માટે દબાણ કરાય છે તો શું પરિણામ આવે છે.

મારું પાત્ર, શિવાય અને તેની પત્ની અન્નિકા (સુરભિ ચંદના દ્વારા ભજવાયેલું પાત્ર) ઓબરોય પરિવારમાંથી બહાર નીકળતા બતાવવામાં આવે છે અને તેઓ એક નવી શરુઆત કરે છે. આ આખી કડીને આધુનિક યુગના રામાયણ તરીકે જોઇ શકાશે, જ્યાં શોનું દરેક પાત્ર આ મહાન મહાકાવ્યના અગત્યના પાત્રોને પડદા ઉપર વર્ણવે છે.

તું આ કડી વિશે કેટલો ઉત્સાહિત છે?

જુઓ, શો તો જ્યાંથી આ બધું શરુ થયું હતું ત્યાં પાછો આવી પહોંચ્યો છે. વાર્તામાં સ્વેતલાના (નકારાત્મ ભૂમિકામાં સૌથી આગળ પડતી)ની આગાહી સાચી પડી રહી છે અને ઓબરોય પરિવાર આના વિશે ખાસ કંઇ કરી શકે તેમ નથી. પણ, એક વાત તો છે, અંતમાં તો હીરો હંમેશા જીતી જતો હોય છે અને એટલે આ વાર્તામાં પણ પાછળથી વળાંક આવશે.

ઉપરાંત, લોકોને રામાયણ જોવું ગમે છે અને હું આશા રાખું છું કે રામાયણનું અમારું આ આધુનિક વર્ણન પણ દર્શકોની સ્વીકૃતિ પામશે.

શોએ જે સફળતા મેળવી છે તેના વિશે તું શું વિચારે છે?

કયાંકને કયાંક શો સાથે જોડાયેલી તમામ ટીમો શરુઆતથીજ શોમાં ભરપૂર વિશ્વાસ રાખતી હતી અને આજે ૧૫ મહિનાઓ પછી જોઇએ તો અમે જે કંઇ પણ હાંસલ કર્યું છે તેનાથી અમે અત્યંત ખુશ છીએ. વ્યક્તિગત રીતે હું એવું માનતો આવેલો છું કે ઇશ્કબાઝ એવો શો છે જેમાં હંમેશાથી ક્ષમતા રહેલી છે અને આજે તેને દેશ વિદેશમાં દર્શકોના દિલ જીતતા જોઇને, ખરેખર એવું લાગે છે કે જાણે સપનું સાચું પડ્યું હોય.

વ્યક્તિગત ધોરણે નકુલ મહેતા કેટલો ખુશ છે?

જે રીતે મારી કારકિર્દી આગળ વધી રહી છે તે જોઇને હું સંતુષ્ટ છું. મારી કારકિર્દીની દષ્ટિએ આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. મારો પરિવાર પણ ખુશ છે અને સદ્નસીબે હું એક વ્યાવસાયિક તરીકે હાલમાં સારી સ્થિતિમાં છું.

છેલ્લા એક વર્ષમાં તારા પડદા પરના પરિવાર સાથે કેવો મનમેળ જામી ગયો છે?

અમે એક વિશાળ પરિવાર છીએ. સેટ ઉપર અમે સાથે શૂટિંગ કરીએ છીએ, સાથે જમીએ છીએ, અને શૂટિંગ પછી અમે સાથે ફરીએ છીએ અને ડિનર માટે પણ સાથે જતાં હોઇએ છીએ. આવું બહુ ભાગ્યે જ થતું હોય છે, પણ અમે બધા એક અત્યંત નજીકથી ગૂંથાયેલા છીએ અને હંમેશા એકબીજાની સાથે જ હોઇએ છીએ. છેલ્લા એક વર્ષમાં અમે એકબીજાને ઘણી સારી રીતે સમજી શકયા છીએ.

મારો મારા પડદા ઉપરના ભાઈઓ કુનાલ અને લેનેશ, કે જેઓ ઓમકારા અને રુદ્રના પાત્રો ભજવે છે, તેમની સાથે ખૂબ સારો મેળ બેસે છે. અમે ત્રણેય અસલી જીવનમાં પણ શિવાય, ઓમ અને રુદ્ર જેવા જ છીએ, લડતાં-ઝઘડતાં પણ હંમેશા એક્બીજાને ટેકો આપતાં, ભલેને ગમે તે થઈ જાય.

તું તાજેતરમાં જ લંડન ગયો હતો. તે અનુભવ કેવો રહ્યો?

હું ઇશ્કબાઝની આખી ટીમ વતી એવોર્ડ લેવા માટે લંડન ગયો હતો. આમાં મારા મિત્રો દષ્ટિ ધામી અને નીરજ ખેમકા પણ જોડાયા હતા, અને તે એક પૂર્વ-આયોજન વિનાની રજાઓ પણ હતી. અમે એવોર્ડ્સ માટે પણ સાથે ગયા અને એક્બીજાની સંગત પણ માણી.

અમે ઘણા સમયથી નિરાંતે મળ્યા ન હતા અને આ મિનિ-વેકેશનને કારણે અમને અમારા વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને ફરીથી તાજા થઈ જવાનો અવસર પણ મળ્યો.
 

Post Comments