Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શુભાંગી અત્રે : મૂળ 'અંગુરી ભાભી'ને ભૂલાવી દીધી

અભિનેત્રી શુભાંગી અત્રેએ અત્યંત લોકપ્રિય શો 'ભાભીજી ઘર પર હૈ'માં આ શોને એક અનોખી ઊંચાઈ પર લઇ જનાર અદાકારા શિલ્પા શીંદેને રિપ્લેસ કરી છે એ વાત સર્વવિદિત છે. પણ મહત્વની વાત એ છે કે તેણે તેનું સ્થાન રીતસર ં પચાવી પાડયું હોય એવું જણાઇ રહ્યું છે.

પોતાના 'ભાભીજી'ના રોલ માટે શુભાંગી કહે છે કે મેં જ્યારે અત્યંત લોકપ્રિય બની ગયેલી 'ભાભીજી'નું સ્થાન લીધું ત્યારે મને મનમાં થોડો ભય હતો કે હું લોકોના દિલમાં તેના જેવું સ્થાન પ્રાપ્ત કરી શકીશ કે કેમ ? દર્શકો મને તેની જેમ અપનાવશે કે નહીં? હું એ પણ સારી રીતે જાણતી હતી કે મારી તુલના શિલ્પા શીંદે સાથે થશે.

પરંતુ હવે મને મારા નિર્ણયનો કોઇ પસ્તાવો નથી. લોકો મને કહે છે કે હવે જ્યારે અમે તને 'ભાભીજી'ની ભૂમિકામાં જોઇએ છીએ ત્યારે અમને એ યાદ પણ નથી હોતું કે અગાઉ આ  રોલ અન્ય કોઇ અદાકારા ભજવતી હતી. તે વધુમાં કહે છે કે મને જ્યારે આ રોલ ઓફર થયો ત્યારે મને એક નવી સિરિયલમાં પણ મહત્વનો રોલ ઓફર થયો હતો.

અને મારા પતિએ મને નવી ધારાવાહિકમાં જ કામ કરવાની સલાહ આપી હતી. પરંતુ હું હંમેશાંથી પડકારો ઝીલવામાં માનું છું. તેથી મેં રિપ્લંસમેન્ટ પસંદ કર્યું. આનું મુખ્ય કારણ એ પણ હતું કે હું હંમેશાંથી આ ધારાવાહિક જોતી આવી હતી. અને મને તે અત્યંત પ્રિય હતી. તેની કોમેડી એડલ્ટ છે છતાં વલ્ગર નથી. તેથી  હું તેમાં કામ કરવાની તક ગુમાવવા નહોતી માગતી.

મઝાની વાત એ છે કે શુભાંગીએ બીજી વખત શિલ્પા શીંદેનું સ્થાન લીધું છે. અગાઉ તેણે 'ચિડિયા ઘર'માં પણ શિલ્પાને રિપ્લેસ કરી હતી. આ બાબતે તે કહે છે કે આ એક યોગાનુયોગ માત્ર છે કે શિલ્પાએ શો છોડયો હોય અને મને તેના સ્થાનની ઓફર મળી હોય.

તે વધુમાં કહે છે કે મને જ્યારે આ શોના સર્જકોએ બોલાવી ત્યારે મને કલ્પના પણ નહોતી કે તેઓ મને 'અંગુરી ભાભી'નું પાત્ર ઓફર કરશે. હું એમ માનીને તેમને મળવા ગઇ હતી કે તેઓ મને કોઇ નવા શોની ઓફર કરવાના છે. પરંતું હું જ્યારે નિર્માત્રી બિનેફરને મળી ત્યારે મને 'ભાભીજી' બનવાનું કહેવામાં આવ્યું.

હું તેના માટે તરત જ તૈયાર નહોતી થઇ શકી. પરંતુ નિર્માત્રીએ મને કહ્યું હતું કે જો તું આ રોલ નહીં કરે તો બીજું કોઇ કરશે. તો તું જ તેને માટે હા શા માટે નથી પાડતી? અને મેં આ રોલ સ્વીકારી લીધો. અને હવે તો મારા મનમાં જે શંકાઓ હતી તેનું ક્યારનું સમાધાન થઇ ગયું છે. હું માનું છું કે કોઇપણ શોની સફળતા કોઇ એક કલાકાર પર નથી અવલંબતી. તેમાં સઘળી ટીમનો સહયોગ  હોય છે. મારા સહકલાકારો પણ એટલા જ સરસ છે.

અદાકારા આ રોલની તૈયારી વિશે કહે છે કે મને કોઇપણ ભાષાના ઉચ્ચારો શીખતાં જરાય વાર નથી લાગતી. તેથી મારા માટે આ રોલ કરવો બહુ અઘરો નહોતો. હું 'ચિડિયા ઘરના એક એપિસોડમાં ભોજપુરી  ભાષા પણ બોલી હતી.

જોકે  આ સિરિયલના  સર્જકોએ મને મારા  રોલ માટે બિહારના ભૂૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીના કેટલાંક ઇન્ટરવ્યુ જોવાનું કહ્યું હતું. અને મેં તે જોયા હતા. મેં તેમાં તેમના દ્વારા ઉચ્ચારાતા ચોક્કસ શબ્દોની ખાસ નોંધ લીધી હતી. આમ છતાં મેં તેની અદ્લ નકલ કરવાનું પસંદ નથી કર્યું. મેં તેમાં મારી પોતીકી શૈલી ઉમેરી છે. આનું કારણ એ પણ છે કે 'અંગુરી' અત્યંત નિર્દાષ છે.

તાજેતરમાં શુભાંગી માટે એવી વાતો વહેતી થઇ હતી કે તે આ શો છોડીને રાજકરણમાં જવાની છે. આ બાબતે તે કહે છે કે હું ઉત્તર પ્રદેશમાં એક રાજકીય રેલીમાં ગઇ હતી ત્યારે કોઇકે મને પૂછ્યું કે જો તને રાજકરણમાં આવવાની તક મળે તો તું આવે કે નહીં? અને મેં સહજતાથી તેનો ઉત્તર આપતાં કહ્યંક હતું કે યુવા પેઢીએ રાજકરણમાં આવવું જોઇએ જેથી આપણા દેશને એક નવી દિશા મળે. શિક્ષિત લોકો જ દેશને નવી દિશામાં લઇ જઇ શકે. પરંતુ મારા જવાબનો અલગ જ અર્થ તારવવામાં આવ્યો.

  બાકી હાલના તબક્કે હું જે કરી રહી છું તેનાથી જ હું ખુશ છું. રાજકરણમાં જવાનો મારો કોઇ વિચાર નથી. હા, ભવિષ્યમાં હું રાજકરણમાં નહીં જ જાઉં એવું હું નથી કહેતી. વાસ્તવમાં હું ક્યારેય મારા ભવિષ્યનું આયોજન નથી કરતી.  બાકી હું દ્રઢપણે માનું છું કે આપણે આપણા દેશ માટે કાંઇક કરી છૂટવું જોઇએ
 

Post Comments