Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ વર્ષે સૌથી લોકપ્રિય બનેલી ટી.વી. ધારાવાહિકો

* તારક મહેતા કા ઊલટા ચશ્મા :

એક જ સોસાયટીમાં 'મીની ભારત'ની રચના કરતાં આ શોએ દર્શકોને વર્ષોથી પેટ પકડીને હસાવ્યાં છે. આ વર્ષ પણ તેમાંથી બાકાત નથી રહ્યું. મહત્ત્વની વાત એ છે કે આ ધારાવાહિક મોજ-મસ્તી કરાવવા સાથે સામાજિક સંદેશ આપવાનું ક્યારેય નથી ચૂકી.

હસતાં-રમતાં કાંઈક શીખવું હોય તો 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' પાસેથી શીખવું. આ કારણે જ શરૃઆતથી લઈને આજદિન સુધી આ સિરિયલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

 



 


* યે હૈં મોહબ્બતેં :

આ વર્ષ પૂરું થવા આવ્યું તોય દર્શકોની 'યે હૈં મોહબ્બતેં' સાથેની મોહબ્બત જરાય ઓછી નથી થઈ.

અલગ અલગ સંસ્કૃતિ ધારાવતા યુગલની આ પ્રેમ કહાણીની ખૂબી એ છે કે તેમાં ખુશી વધુ અને ગમ ઓછા છે.

તેથી આખો વખત રોનાધોનાવાળી સિરિયલો જોઈને થાકેલા દર્શકોને આ શો તાજામાજા કરી દે છે.

 



 


નાગિન સીઝન ૧ અને ૨ :

ટચૂકડા પડદે આ વર્ષે સુપરનેચરલ સિરિયલોનું રાજ રહ્યું એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. આમ છતાં 'નાગિન'ને બેહદ પસંદ કરવામાં આવી.

મહત્ત્વની વાત એ છે કે આવી સિરિયલો સામે મોઢુ મચકોડતા દર્શકોએ પણ આ શો રસપૂર્વક જોયો. ટીઆરપીમાં ટોચ સર કરતાં 'નાગિન-૨' બનવવામાં આવી. અને તેને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી.

જોકે ગમે તે કહો પણ તેમાં મૂળ 'નાગીન' જેવી પક્કડ નહોતી. જોકે એકતા કપૂરની આ ધારાવાહિકમાં મૌની રોયે તો કમાલ જ કરી નાખી હતી. આ ઉપરાંત અદા ખાન, સુધા ચંદ્રન, કરણવીર બોહરા અને આશકા ગોરડિયાનો અભિનય પણ લાજવાબ રહ્યો.
 


* કુછ રંગ પ્યાર કે ઐસે ભી :

જાણીતી અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકરને માતાની ભૂમિકામાં રજૂ કરતી આ કૌટુંબિક સિરિયલ 'દેવનાથ દિક્ષિત' (શાહીર શેખ) અને ડૉ.સોનાક્ષી બોઝ દીક્ષિત (એરિકા ફર્નાન્ડીસ)ની આસપાસ ફરે છે.

દિલ્હીના એક પરિવારની રસપ્રદ કહાણી રજૂ કરતી આ ધારાવાહિકમાં દર્શકોએ શાહિર શેખને ખૂબ પસંદ કર્યો છે.

 



 


* સસુરાલ સિમર કા :

ટચૂકડા પડદાનો વધુ એક લોકપ્રિય શો એટલે 'સસુરાલ સિમર કા'. તેના મુખ્ય કલાકારોએ આ શો છોડયો ત્યારે ઘણાંને એમ લાગતું હતું કે હવે આ ધારાવાહિકમાં ખાસ દમ નહીં રહે.

પરંતુ 'ભારદ્વાજ' પરિવારની કહાણીએ આ વર્ષમાં પણ દર્શકોને જકડી રાખવામાં સફળતા મેળવી છે.

 

 

 


* યે રિશ્તા કયા કહલાતા હૈ :

એક દશકની આરે પહોંચવા આવ્યા છતાં કોઈ શોની લોકપ્રિયતા અકબંધ રહે તે સિરિયલ સર્જકની બહુ મોટી સિધ્ધિ કહેવાય. આ ધારાવાહિકનું નામ આવા શોમાં અચૂક લેવું પડે. આ સિરિયલે અભિનેત્રી હીના ખાનને અપ્રતિમ ખ્યાતિ અપાવી. અને એક સમય એવો હતો જ્યારે હીનાને જોવા જ દર્શકો આ શો જોતાં.

જોકે હીના ખાને આ ધારાવાહિક છોડી દીધી તોય દર્શકો સાથેનું તેનું તાદાત્મ્ય અકબંધ રહ્યું તે એક કુટુંબમાં બનતી અગણિત ઘટનાઓને આભારી છે. આ એક એવી સિરિયલ છે જેમાં ભારતના દરેક પરિવારને ક્યાંકને ક્યાંક પોતાનું કુટુંબ દેખાય છે.



 


* સાથ નિભાના સાથિયા :

આ વર્ષે ૧૦૦૦ એપિસોડ પૂરાં કરનાર 'સાથ નિભાના સાથિયા'નો સાથ હજી લાંબો ચાલશે એમ લાગે છે.

આ વર્ષે પણ લોકપ્રિયતાની બાબતે આ ધારાવાહિકે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
 

Post Comments